વડોદરા શહેરના કુબેર ભવન ખાતે આવેલી સ્ટેટ GST કચેરીના કર્મચારીઓએ અઆજે તેઓની કેટલીક માંગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ શાંતિપૂર્ણ વિરોધ વ્યક્ત કર્યો હતો. અને પોતાની કેટલીક માંગણીઓ અંગે સરકાર સમક્ષ રજુઆત મુકવામાં આવી હતી.
રાજ્ય ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગની કચેરી શહેરના કુબેરભવન ખાતે આવેલી છે. સ્ટેટ GST કચેરી દ્વારા રાજ્ય સરકારને સૌથી વધુ આવક થાય છે. તેમ છતાંય સરકાર દ્વારા સ્ટેટ GSTના કર્મચારીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. પોતાના વિભાગના કર્મચારીઓ પ્રમોશન માટે લાયક હોવા છતાંય સરકાર દ્વારા GAS અને IRS કક્ષાના અધિકારીઓને તેઓના વિભાગમાં મુકવામાં આવ્યા છે. જેના કારણે સ્ટેટ GST વિભાગના સિનિયર કર્મચારીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. સરકાર લાયક કર્મચારીઓને પ્રમોશન આપે તો અન્ય વિભાગના અધિકરીઓની પોસ્ટિંગ ન કરવી પડે, જોકે સરકારની નિષ્કાળજીના કારણે અધિકારીઓને પ્રમોશન વિના જ નોકરી કરવી પડે છે. બીજી તરફ GST વિભાગના કર્મચારીઓમાં ગ્રેડ પ્રમાણે આપવામાં આવતા પગારમાં ભારે વિસંગતતા છે જેના કારણે ગ્રેડ પ્રમાણે મળવા પાત્ર પગાર પણ મળતો નથી.આવી કેટલીક રજૂઆતોને લઈને આજે સ્ટેટ GSTના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સરકારની નીતિઓનો વિરોધ વ્યક્ત કર્યો હતો.