વડોદરા ના સયાજીબાગ ખાતે સૈનિક સિક્યુરિટી ના 91 જેટલા સિક્યુરિટી જવાનો પગાર મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા પગાર ની બાહેધરી મળતા હડતાળ સમેટાય
વડોદરા મહાનગર પાલિકા દ્વારા સૈનિક સિક્યુરિટી સર્વિસીસને ઈજારો આપવામાં આવ્યો છે ત્યારે આજરોજ વડોદરાના સયાજી બાગ ખાતે ફરજ ભજવતા 91 જેટલા કર્મચારીઓનું પગાર ન આવતા હડતાલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી બનાવની જાણ થતા ની સાથે જ પાર્ક એન્ડ ગાર્ડન શાખાના અધિક્ષક મંગેશ જયસ્વાલ પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા.
મીડિયા સાથે વાત કરતા પાર્ક અને ગાર્ડન શાખાના અધિક્ષક મંગેશ જયસ્વાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું સૈનિક સિક્યુરિટી આજ સાંજ સુધી પોતાના સિક્યુરિટી જવાનું ના ખાતામાં તેમની સેલેરી જમા કરશે જ્યારે આના કારણે પાલિકાની છબી ખરડાઈ છે તેથી અગાઉ તેમને નોટિસો પણ પાઠવવામાં આવી છે.
સૈનિક સિક્યુરિટી ના કર્મચારીઓ સાથે વાત કરતા એમને જણાવ્યું હતું કે કંપનીઓ તેમને આ સાવચેત કર્યા છે કે આજે સાંજ સુધી તેઓનો પગાર તેમના ખાતામાં જમા થઈ જશે
પી.એફ ના આક્ષેપ ને લઈને કંપનીના કર્મચારીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, તમામ સૈનિક સિક્યુરિટી જવાનોનો પગાર રાજ્ય સરકારના વેતન અધિનિયમ પ્રમાણે જ થાય છે પીએફ માટેના આક્ષેપોને તે વખોડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૈનિક સિક્યુરિટી ના સિક્યુરિટી જવાનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો ની સામે ઊંડાણપૂર્વક નિષ્પક્ષ તપાસ કરી જવાનોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે કે નહીં એ જોવાનું રહેશે.