Savli

પોલીસે તપાસ કરવાની તસ્દી પણ લીધી નહીં: પત્નીની હત્યામાં પતિની ધરપકડ કરી, પ્રેમી હત્યારો નીકળ્યો

Published

on

ડેસર તાલુકાના જુના શિહોરા ગામે પતિ પત્ની અને પ્રેમીના ઝઘડા બાદ થયેલી હત્યાના બનાવમાં નવો વળાંક આવ્યો છે. પત્નીની હત્યા પતીએ નહી પરંતુ પત્નીના પ્રેમીએ કરી હોવાનું બહાર આવતા પોલીસે પ્રેમીની ધરપકડ કરી હતી.

Advertisement

જુના શિહોરા ગામે તા.30 જુલાઈની રાત્રે પ્રેમિકા કિંજલ પરમાર ઘરે એકલી હતી ત્યારે તેનો પ્રેમી વિપુલ ઉર્ફે સલો ભલસિહ પરમાર મળવા ગયો હતો. આ વખતે કિંજલે જણાવ્યું કે મારે તારી સાથે હવે કોઈ પ્રેમ સંબંધ રાખવો નથી, તું તો ગદ્દાર છે તું મારી આગળથી તારું મોઢું લઈને જતો રહે તેમ કહેતા તેનો પ્રેમી વિપુલ પરમાર ઉશ્કેરાયો હતો અને તેણે પ્રેમિકા કિંજલને રસોડામાં ગળું દબાવી નીચે પાડી દીધી હતી અને રસોડામાં પડી રહેલ લોખંડની પરાઈ પ્રેમીના હાથમાં આવી જતા કિંજલના માથામાં ઉપરાછાપરી ત્રણથી ચાર ફટકા મારી હત્યા કરી હતી. હત્યા બાદ પ્રેમી વિપુલ ત્યાંથી ભાગી ગયો હતો.

Advertisement

પ્રેમિકાને મોતને ઘાટ ઉતારીને તેના મિત્રને ફોન કરીને જણાવ્યું હતું કે હવે મને શોધશો નહીં હું શિહોરા રાણીયા બ્રિજ ઉપરથી નદીમાં પડવા જાવ છું મિત્રો અને પિતાને ખબર પડતા તાબડતોબ બ્રિજ નજીક પહોંચી જઈને વિપુલને પકડી તેને સમજાવી તેના મામાના ઘરે શિલી મૂકી આવ્યા હતાં. બીજી બાજુ દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાની વિગતોના પગલે પોલીસે પતિની હત્યાના કેસમાં ધરપકડ કરી વડોદરાની જેલમાં મોકલી દીધો હતો.

એક ગુનેગાર ભલે છૂટી જાય પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઈએ તે વાતને પોલીસે ગંભીરતાથી લીધી નહીં. શોકમાં સરી પડેલા પતિને જ આરોપી સમજીને જેલમાં ધકેલી દેનાર પોલીસે ત્યાર બાદ તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે, કિંજલને તેના જ ગામના વિપુલ ઉર્ફે સલો ભલસિહ પરમારે મોતને ઘાટ ઉતારી હતી. પોલીસે વિપુલના ઘરના સભ્યો અને તેના મિત્રોની પૂછપરછ કરતાં આખરે હત્યાનો સાચો ભેદ ખૂલ્યો હતો અને મામાના ઘેર અને બાદમાં તેની સાસરીમાં છૂપાયેલા વિપુલની ધરપકડ કરી હતી.

Advertisement

Trending

Exit mobile version