Savli

સાવલી: લાભાર્થી સુધી પહોંચવામાં “વિતરણ”ની વાટ જોતી 900 સરકારી સાયકલ કોના પાપે ધૂળ ખાય છે?

Published

on

વડોદરા પાસે સાવલીમાં લાભાર્થીઓ સુધી પહોંચવા માટે વિતરણની વાટ જોતી સેંકડો સરકારી સાયકલ જાહેરમાં ખુલ્લી મુકવામાં આવી છે. આ ઘટના અંગે જાણ થતા સ્થાનિક અગ્રણી દ્વારા આ મામલે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. સાથે જ ચોમાસાની રૂતુમાં ખાનગી જગ્યામાં ખુલ્લામાં મુકેલી સાયકલોને કાટ લાગી જાય તેવી દહેશત તેમણે વ્યક્ત કરી છે.

Advertisement

રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવોશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ ત્યાર બાદ શાળાઓમાં કોઇ ખાસ ધ્યાન રાખવામાં આવતું નથી. આ વાતની સાબિતી કરાવતો એક કિસ્સો સામે આવ્યો છે. સરકારી યોજના પ્રમાણે ધો. 9 – 12 ની વિદ્યાર્થીનીઓને નિશુલ્ક સાયકલનું વિતરણ કરવા માટે જથ્થો આપવામાં આવ્યો હતો. જેને વિતરણ કરાવાની જગ્યાએ ખાનગી જગ્યાએ કોઇ પણ પ્રકારની કાળજી રાખ્યા વગર ઢગલો કરીને મુકી રાખવામાં આવ્યો છે. જેને પગસે સ્થાનિકોમાં રોષની લગાણી જોવા મળી રહી છે. અને સાથે જ આ સાયકલોનું લાભાર્થીઓને ત્વરિત વિતરણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સાવલીના પૂર્વ વિપક્ષ નેતા અને જીલ્લા પંચાયત સભ્ય ડો. પ્યારેસાહેબ રાઠોડે જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી માધ્યમોમાં ચાલતું હતું સાયકલ કૌભાંડ. સરકારની યોજનામાં ધો. 9 – 12 માં ભણતી બાળાઓને સાયકલ આપવાની યોજના હતી. આ યોજનામાં માધ્યમો દ્વારા જાણવા મળ્યું કે, કોઇ પણ જગ્યાએ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું નથી. આ સાયકલો ખરેખર બાળાઓને પ્રવેશોત્સવ સમયે આપવાની હોય છે. પરંતુ વહીવટદારો, અધિકારીઓનું રાજ ચાલે છે, કોઇ પદાધિકારીઓને સાંભળવામાં નથી આવતા. ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો વારંવાર સરકારમાં રજુઆત કરે છે, અધિકારીઓ સાંભળતા નથી.

Advertisement

વધુમાં તેમણે જણાવ્યું કે, તેવા સમયે સરકારની આટલી સારી યોજના સાયકલોની ફાળવણી કરવામાં આવી ત્યારે, અડધી ટર્મ પૂરી થવા આવી હોય, ત્યાર બાદ આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, સાવલી તાલુકામાં નિર્જન જગ્યાએ, ખાનગી માલિકીમાં 900 સાયકલો ઉપયોગ કર્યા વગરની પડી રહી છે. જેના પર ચોમાસામાં કાટ લાગવાની શક્યતા છે. અત્યાર સુધી આ સાયકલોની ફાળવણી કરવામાં નથી આવી. જો આવું ચાલવાનું હોય તો આનો વિરોધ છે. હું અધિકારીઓને લેખિતમાં રજુઆત કરીશ, વહેલામાં વહેલી તકે લાભાર્થીઓને સાયકલ આપવામાં આવે. સરકાર માત્ર સુત્રો જ આપે છે. પરંતુ વિદ્યાર્થીઓને લાભ નથી પહોંચતા.

Advertisement

Trending

Exit mobile version