આ કાર્યવાહીમાં પોલીસને 14,400 ક્વાટરીયા કિં. 29.52 લાખ અને બોલેરો પીકઅપ કિં. 5 લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે.
- તાજેતરમાં ભાદરવા પોલીસ મથકના પીઆઇને બાતમી મળી કે, એક પીક અપ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો.
- ઘટનામાં પોલીસને દૂરથી જોઇ જતા તેનો ચાલક વાહન છોડીને નાસી ગયો હતો. તેને પકડવાના પોલીસના પ્રયાસોને નિષ્ફળ રહ્યા.
વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ દારૂ જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન વોચ રાખવામાં આવે છે. દરમિયાન તાજેતરમાં ભાદરવા પોલીસ મથકના પીઆઇને બાતમી મળી કે, એક પીક અપ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. જેને વાંકાનેર કેનાલ વાળા રસ્તે થઇને તાડીયાપુરા બાજુ જનાર છે. જેના આઘારે પોલીસે વાહન ચેકીંગ ગોઠવ્યું હતું. દરમિયાન બાતમીથી મળતી આવતી પીકઅપ નજર પડતા તેને રોકવા માટે ઇશારો કર્યો હતો. જો કે, ચાલકે રોકાઇ જવાની જગ્યાએ તાડીયાપુરા તરફ ભાગવા લાગ્યો હતો.
બાદમાં સ્થળ પર હાજર પોલીસ જવાનોએ ખાનગી કારમાં પીકઅપ ડાલાનો પીછો કર્યો હતો. અને વાંકાનેર ગામની સીમમાં કેનાલ ઉપર આડાશ કરીને તેને રોકવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસને દૂરથી જોઇ જતા તેનો ચાલક વાહન છોડીને નાસી ગયો હતો. તેને પકડવાના પોલીસના પ્રયાસોને નિષ્ફળ રહ્યા હતા. બાદમાં પાછળથી બંધ બોડીના પીકઅપમાં તપાસ કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સમગ્ર મામલે ભારદવા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસને 14,400 ક્વાટરીયા કિં. 29.52 લાખ અને બોલેરો પીકઅપ કિં. 5 લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે.