Savli

સાવલી: શિવમ પેટ્રોકેમ કંપનીના ઝેરી ગેસથી પોલ્ટ્રી ફાર્મની મરઘીઓ મૃત્યુ પામી હોવાનો આક્ષેપ

Published

on

  • કંપની માંથી નીકળતા ગેસને કારણે આંખમાં બળતરાની ફરિયાદો લાંબા સમયથી ઉઠતી હતી
  • વોટરબોડી નજીક કેમિકલ પ્લાન્ટ ન સ્થાપી શકાય, છતાંય શિવમ પેટ્રોકેમને GPCBએ પરવાનગી કેવી રીતે આપી?

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા અને બહુથા વચ્ચે મુખ્યમાર્ગ પર આવેલી શિવમ પેટ્રોકેમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા છોડવામાં આવતા ગેસના કારણે નજીકમાં આવેલા પોલ્ટ્રી ફાર્મની અસંખ્ય મરઘીઓ મૃત્યુ પામી હોવાના આક્ષેપ ગ્રામજનોએ કર્યા છે. જ્યારે કેમિકલ કંપની સામે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોઠડા ગામની સીમમાં આવેલી શિવમ પેટ્રોકેમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિવિધ કેમિકલ પ્રોડકટનું ઉત્પાદન કરવામાં આવે છે. જે કેમિકલના ઉત્પાદન અને પ્રોસેસિંગ સમયે તેમાંથી નીકળતા ઝેરી વાયુ હવામાં પ્રસરી જવાથી અતિષત તીવ્ર દુર્ગંધ સહિત આંખમાં બળતરા થતી હોવાની લોક ફરિયાદો ઉઠવા પામી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કામોની દ્વારા પ્રદુષણ નિયંત્રણના તમામ નિયમોને નેવે મૂકીને કામગીરી કરવામાં આવી રહી છે.

ગત રોજ અહીંયા કેમિકલ કંપની માંથી ઝેરી ગેસ છોડવામાં આવતા આસપાસના વિસ્તારમાં આવેલા મરઘા ઉછેર કેન્દ્રોમાં તેની અસર થઈ હતી. જેના કારણે અનેક મરઘાઓ મૃત્યુ પામ્યા હતા. સમગ્ર પ્રકરણમાં ગ્રામજનોએ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને જાણ કરી હતી.

GPCBના અધિકારીઓએ સ્થળ પર આવીને શિવમ પેટ્રોકેમ કંપની પર થયેલા આક્ષેપોની તપાસ શરૂ કરી હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કોઈ પણ વોટરબોડી એટલે કે તળાવ,નદી કે જળાશયથી કેમિકલ ઉદ્યોગોને નિયત અંતર બાદ જ પરવાનગી આપવામાં આવતી હોય છે. જ્યારે શિવમ પેટ્રોકેમ કંપનીથી 200 મીટરના અંતરે જ તળાવ આવેલું છે. તો આ કંપનીને તળાવ નજીક પ્લાન્ટ સ્થાપવાની પરવાનગી કેવી રીતે મળી?

Advertisement

સમગ્ર મામલે ગોઠડાના રહીશોએ યોગ્ય તપાસની માંગણી કરી છે. GPCBના કાયદા શિવમ પેટ્રોકેમ કંપની માટે અલગ કેમ? તેવા અનેક પ્રશ્નો ગ્રામજનોએ ઉઠાવીને મરઘા ઉછેર કેન્દ્રમાં થયેલા અપમૃત્યુ મામલે તપાસની માંગણી કરવામાં આવી છે.

Trending

Exit mobile version