Savli

સાવલી : “વેઠ” ને કારણે નગરજનો કેટલું વેઠશે? ઠેરઠેર ખાડાઓ અને ખુલ્લી ડ્રેનેજ જીવલેણ સાબિત થશે!

Published

on

રાજ્યભરમાં જયારે ચોમાસું માથે છે ત્યારે મહાનગરો અને નગરપાલિકાઓ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પ્રિ મોન્સુન કામગીરી કરવી પડે છે. જોકે કામગીરીમાં વેઠ ઉતારવાને કારણે નાગરિકોને વેઠવું પડે છે. વડોદરા જીલ્લાના સાવલી નગર પાલિકાની હાલત હાલ એવી છે કે, નગરમાં કોઈક જ રસ્તો એવો હશે કે જ્યાં ખાડાઓ નથી. સાવલી નગર પાલિકામાં અનેક સ્થાને ડ્રેનેજના ઢાંકણ તૂટેલી હાલતમાં છે. આ સાથે નલ સે જલ યોજના માટે ઠેર ઠેર પાણીની લાઈનો પણ ખોદવામાં આવી છે.

પાણીની લાઈનો ખોળવાને કારણે હાલ સાવલી નગરના અનેક વિસ્તારોમાં પીવાનું પાણી સમયસર મળતું નથી. આ સાથે જ ખુલ્લા ખાડાઓ અને ડ્રેનેજના મેનહોલ જીવલેણ સાબિત થઇ રહ્યા છે. તાજેતરમાં ખુલ્લી ડ્રેનેજલાઈનમાં ગાય ખાબકતા તેનું મોત થયું છે. જયારે હવે નગરપાલિકાના સત્તાધીશો કોઈ મનુષ્યનો જીવ જાય તેની રાહ જોતા હોય તેમ લાગી રહ્યું છે.

Advertisement

આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર ને પૂછતા સબ સલામત હોવાના દાવા કરતા તેઓના કેમેરામાં કંડારાયા હતા. નગરમાં ઠેર ઠેર ખાડાઓ હોવાની પણ તેઓએ કબુલાત કરી હતી. જોકે નલ સે જલ યોજનાના પાણીના જોડાણ માટે ખાડા કર્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું. આ સાથે પ્રિ મોન્સુન કામગીરીમાં સાવલી નગર માંથી પસાર થતી મુખ્ય વરસાદી કાંસની સફાઈ થઇ ગઈ હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

આ અંગે નગરના અગ્રણી હસમુખભાઈ પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, સાવલી નગરમાં ઠેર ઠેર ગટરના ઢાંકણ તૂટેલી હાલતમાં છે. પ્રિ મોન્સુન કામગરી પણ ફક્ત ચોપડે જ કરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા હતા.

Advertisement

Trending

Exit mobile version