Vadodara

વડોદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોએ પણ મત અધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું

Published

on



લોકસભા 2024ની સામાન્ય ચૂંટણીને લઈને મતદારો સવારથી મતદાન કરવા બહાર નીકળ્યા. ત્યારે વડોદરાના અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોએ પણ મત અધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું છે.

Advertisement

લોકશાહીનું પર્વ લોકસભા 2024ની ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. વહેલી સવારથી લોકો પોતાનો મત અધિકારનો ઉપયોગ કરીને મત આપવા મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. ત્યારે શહેરના અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોએ પણ મતદાન કરી પોતાની ફરજ બજાવી છે. જેમાં 62 થી વધુ સંતોએ અટલાદરા સ્થિત નગર પ્રાથમિક સ્કૂલમાં મતદાન કર્યું છે.

અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં સવારની શણગારા આરતી બાદ સંતો મતદાન કરવા માટે મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચી ગયા હતા. જ્યાં મતદાન કરી સ્વામિનારાયણના સંતોએ લોકસાહિના પર્વની ઉજવણી કરી છે.

Advertisement

Trending

Exit mobile version