વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી તેજ કરવામાં આવી છે. ‘વિકાસ’ના કામોના ભાગરૂપે શહેરના મુખ્ય 5 જંકશનો પર નવી વરસાદી ગટર (બોક્સ કલ્વર્ટ) નાખવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેના કારણે વાહનચાલકોએ આગામી દિવસોમાં ડાયવર્ઝનનો સામનો કરવો પડશે.
🧐કયા 5 જંકશનો પર થશે કામગીરી?
તંત્ર દ્વારા સમયાંતરે નીચે મુજબના વ્યસ્ત જંકશનો પર ખોદકામ અને ડાયવર્ઝન આપવાની યોજના છે:
- ગોલ્ડન જંકશન
- આજવા જંકશન
- વાઘોડિયા જંકશન
- તરસાલી જંકશન
- કપૂરાઈ જંકશન (કામગીરી શરૂ)
👉કપૂરાઈ જંકશન અંગે લેવાયેલા નિર્ણયો
- સમયગાળો: આજથી (28 જાન્યુઆરી) આગામી 20 દિવસ સુધી.
- ટ્રાફિક વ્યવસ્થા: કોન્ટ્રાક્ટર અને ટ્રાફિકની સરળતાને ધ્યાનમાં રાખીને રસ્તો સંપૂર્ણ બંધ કરવાને બદલે હાલ સિંગલ લેન ચાલુ રાખવામાં આવશે. જો જરૂર જણાશે, તો જ રસ્તો સંપૂર્ણ બંધ કરી વૈકલ્પિક રૂટ પર ડાયવર્ઝન અપાશે.
- હેતુ: હાઈવે અને પૂર્વ વિસ્તારને જોડતા આ જંકશનો પર વરસાદી ગટરની ક્ષમતા વધારવી જેથી ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ ન સર્જાય.
🫵લોકોમાં રોષ: “રાતોરાત રસ્તા ખોદી નખાય છે”
સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે કોર્પોરેશન જાણે રાતોરાત નક્કી કરતું હોય તેમ અચાનક મુખ્ય માર્ગો પર ખોદકામ શરૂ કરી દે છે. શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ઠેર-ઠેર રસ્તાઓ ખોદેલા હોવાથી વાહનચાલકો પરેશાન છે. ભારે મશીનરી અને મજૂરોની હેરફેર માટે ડાયવર્ઝન અનિવાર્ય હોવાનું તંત્ર જણાવી રહ્યું છે, પરંતુ વારંવારના ખોદકામથી ટ્રાફિકની સમસ્યા વકરી છે.