Vadodara

ગરમીના પ્રકોપ સાથે હૃદયરોગનું જોખમ વધ્યું, 44 વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલામાં મોત

Published

on


– સારવાર મળે તે પહેલાં જ યુવકે જીવ ગુમાવ્યો
– ગરમીનો પારો વધતા,ગભરામણ અને બ્લડપ્રેશરના કેસોમાં વધારો

રાજ્યભરના મોટાભાગના મહાનગરોમાં છેલ્લા ઘણા સમયથી યુવાવસ્થામાં તેમજ બાળ અવસ્થામાં કેટલાક લોકોને હૃદય રોગના હુમલા આવવાના કારણે મોત નિપજ્યા છે. જે વિષય ઘણો ચિંતાજનક છે. ત્યારે શહેર રાવપુરા વિસ્તારમાં રહેતા 44 વર્ષીય યુવકને વહેલી સવારે અચાનક છાતીમાં અસહ્ય દુખાવા સાથે હૃદય રોગનો હુમલો આવતા યુવકને સારવાર મળે તે પહેલા તેનું મોત નિપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં કાપડી પોળમાં રહેતા 44 વર્ષીય અજય સાલેકર રાત્રીના નોકરી પર થી છૂટી ઘરે આવી પરિવાર સાથે જમી પરવારી સુઈ ગયા હતા દરમિયાન વહેલી સવારે અચાનક અજયને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડતા તેઓ ઉંઘ માંથી જાગી પરિવારને જાણ કરતા તેમને સારવાર અર્થે તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જયાં અજય ને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું તબીબોએ તેમને મૃત જાહેર કરતા હોસ્પિટલ માં પરિવારના આક્રંદ થી સન્નાટો છવાઈ ગયો હતો પોલીસના જણાવ્યા અનુસાર અજય સાલેકર નું મોત હૃદય રોગના હુમલાના કારણે નીપજ્યું છે.

Advertisement

Trending

Exit mobile version