વડોદરાનો એક યુવાન વિદેશમાં નોકરી મેળવવાના ચક્કરમાં ફસાયો. 2024માં દુબઇ ગયેલો તુષાર રાણપરાનો હવે કોઈ પત્તો નથી. પરિવારનો એકનો એક દીકરો વિદેશમાં ફસાયો.
- નોકરીની શોધમાં વિદેશ ગયેલા વડોદરાના એક યુવાનનો છેલ્લા છ મહિનાથી કોઈ પત્તો નથી
- આ ઘટનાએ વિદેશમાં જઈને કામ કરવાની ઈચ્છા ધરાવતા યુવાનો માટે લાલબત્તી ધરી છે.
- “મારા દીકરાને પરત લાવી આપો. તે મુશ્કેલીમાં છે.
જ્યારે વિદેશમાં નોકરી માટે ગયેલો વડોદરાનો યુવાન લાપતા. પહેલા દુબઈ અને બાદમાં હોંગકોંગ ગયેલા યુવાનનો પતો નથી. એકનો એક દીકરો વિદેશમાં ફસાતા માતા-પિતા કરી રહ્યા છે આક્રંદ. પેટીયું રડવાની લ્હાયમાં વિદેશ જનારા યુવાનો સાવધાન. વડોદરાનો એક યુવાન વિદેશમાં નોકરી મેળવવાના ચક્કરમાં ફસાયો. 2024માં દુબઇ ગયેલો તુષાર રાણપરાનો હવે કોઈ પત્તો નથી. પરિવારનો એકનો એક દીકરો વિદેશમાં ફસાયો, જેના કારણે તેના પરિવારજનો અત્યંત ચિંતામાં છે.
ત્યારે તુષારના પિતાએ આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે વડોદરાના એજન્ટ વેદ અને કુશાંગ તેમજ દુબઈના એજન્ટ અભિષેક સિંગ વિરુદ્ધ અરજી આપી છે. પરિવારનો આરોપ છે કે આ એજન્ટોએ તુષારને વિદેશમાં નોકરીના નામે ફસાવ્યો છે
એક માતા નું હૈયાફાટ તુષારની માતા નીતા રાણપરાનું દર્દ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. રડતાં રડતાં તેમણે સરકારને હાથ જોડીને વિનંતી કરી છે કે, “મારા દીકરાને પરત લાવી આપો. તે મુશ્કેલીમાં છે અને તેને ફસાવવામાં આવ્યો છે.”
આ સમગ્ર ઘટના એ યુવાનો માટે એક ચેતવણી છે જેઓ ઝડપી પૈસા કમાવવાની લાલચમાં કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર વિદેશ જવાનું સાહસ કરે છે. વિદેશમાં નોકરી માટે જતા પહેલાં એજન્ટોની વિશ્વસનીયતા ચકાસવી અને તમામ દસ્તાવેજોની યોગ્ય તપાસ કરવી અત્યંત જરૂરી છે. તુષાર રાણપરાના પરિવારની આ વ્યથાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે કે વિદેશમાં જતા પહેલાં યુવાનોએ કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ.