Vadodara

સંસ્કારી નગરીને હચમચાવી નાંખે તેવી દુષ્કર્મની ઘટના, રોડ પરથી તુટેલા ચશ્મા અને ઘૂઘરી મળ્યા

Published

on

  • ઘટના અંગે વધુ માહિતી જિલ્લા પોલીસ વડા ટુંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરી વધુ માહિતી આપે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે

વડોદરામાં નવરાત્રી પર્વની રંગેચંગે ઉજવણી ટાણે ગતરાત્રે સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવવા પામી છે. ભાયલી વિસ્તારમાં આવેલા આશાપુરા માતાજીના મંદિર તરફ જતા રસ્તે સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનાની જાણ થતા જ વડોદરા તાલુકા પોલીસ દોડીને ઘટના સ્થળે પહોંચી છે.

હાલ એફએસએલની ટીમો પણ ઘટનાસ્થળે કાર્યવાહી કરી રહી છે. રોડ પરથી પીડિતાના તુટેલા ચશ્મા અને ઘૂઘરી મળી આવ્યા હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટના અંગે વધુ માહિતી જિલ્લા પોલીસ વડા ટુંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરી વધુ માહિતી આપે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

સંસ્કારી નગરી વડોદરાને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. નવરાત્રી ટાણે સામે આવેલી ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી આશાપુરા માતાજીના મંદિર તરફ જવાના રસ્તે ગત રાત્રે સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકને થતા જ તાત્કાલીક કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

Advertisement

આજે વહેલી સવારથી જ રોડને કોર્ડન કરીને વૈજ્ઞાનિક ઢબે પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ મામલાની તપાસમાં એફએસએલ પણ જોડાઇ છે. હાલ જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળની મુલાકાતે આવીને ગયા છે. અને તેમણે પણ તપાસ અંગે વધુ સુચનો કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વડોદરાની ચકચારી ઘટનાની સઘન તપાસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઇ હોવાનું સુત્રોએ ઉમેર્યું છે. હાલ મળતી પ્રાથમિક માહિતી અનુસાર, વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવતી ઝીણટવભરી તપાસમાં પીડિતાને ચશ્મા તુટેલી હાલતમાં અને ઘૂઘરી રોડ પરથી મળી આવ્યા છે. તપાસ કરનાર તમામ અધિકારીઓ આ તબક્કે મામલે કંઇ પણ બોલાવાથી ઇનકાર કરી રહ્યા છે.

સુત્રોએ જણાવ્યું કે, ટુંક સમયમાં જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે પ્રેસવાર્તા કરીને વધુ માહિતી આપવામાં આવશે. હાલ તબક્કે સગીરા પર એક થી વધુ યુવકો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પ્રબળ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ મામલામાં સાચી માહિતી શું છે તેની વાટ જોવાઇ રહી છે.

Advertisement

Trending

Exit mobile version