Vadodara

રંજનબેન ભટ્ટ ત્રીજી ટર્મ માટે રીપીટ થતા નારાજ ડો.જ્યોતિબેને બળવો કર્યો,ઉમેદવાર વિરુદ્ધ બોલે તે પહેલા જ સસ્પેન્ડ

Published

on


શિસ્તને વરેલી પાર્ટીમાં આજે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવારની જાહેરાત થતા જ વિરોધ ખુલીને સામે આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના મહિલા અગ્રણી અને મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ રંજનબેન ભટ્ટને ત્રીજી વાર ઉમેદવારી મળતા તેના વિરોધમાં દેખાવો કરવાનું આયોજન કર્યું હતું. ડો. જયોતીબેન પંડ્યા મીડિયા સાથે વાત કરે તે પહેલા ભાજપે તેઓને તમામ હોદ્દાઓ પરથી સસ્પેન્ડ કરી દેતા રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે.

વડોદરા લોકસભા બેઠક પર 2014 માં નરેન્દ્રમોદી ચુંટણી લડ્યા બાદ તેઓએ રાજીનામું આપી દીધું હતું. અને વારાણસી બેઠક પરથી સાંસદ તરીકે કાર્યકાળ ચાલુ રાખ્યો હતો. ખાલી પડેલી બેઠક પર રંજનબેન ભટ્ટને લોકસભાની ઉમેદવારી મળી હતી. 2014 થી 2019  ત્યાર બાદ 2019 થી 2024 સુધી એમ બે ટર્મ સુધી રંજનબેનને રીપીટ કરવામાં આવ્યા હતા. લાગ્ભાળ 10 વર્ષ સુધી એકધારી સત્તા બાદ ઉમેદવાર બદલાશે તેવી આશા અપેક્ષા કાર્યકરોમાં હતી જેના કારણે અનેક નેતાઓએ પોતાની દાવેદારી પણ કરી હતી.

Advertisement


થોડા દિવસો પહેલા જ કોન્સેસ પ્રક્રિયા પણ કરવામાં આવી હતી. જ્યાં દાવેદારી કરતા નેતાઓની રજુઆતો સાંભળવામાં આવી હતી. જોકે ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની બીજી યાદીમાં રંજનબેન ભટ્ટને જ રીપીટ કરતા સાંસદ બનવાનું સપનું જોતા નેતાઓની ઈચ્છા પર પાણી ફરી વળ્યું હતું.


ત્રીજી ટર્મ માં રંજનબેનને રીપીટ કરતાની સાથે જ તેઓની ઉમેદવારીના પ્રથમ હરોળના મહિલા અગ્રણી ડો. જજ્યોતિબેન પંડ્યાએ વિદ્રોહનું બ્યુગલ ફૂકી દીધું હતું. ભાજપની એવી તો શું મજબૂરી છે કે ત્રીજી ટર્મ માટે પણ રંજનબેન ભટ્ટને રીપીટ કરવા પડે તેવા વેધક સવાલો સાથે આજે તેઓએ પત્રકાર પરિષદ યોજીને વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું હતું.


આ પહેલા તેઓએ દિવસ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાના અને પ્રદેશ કક્ષાના નેતાઓને પોતાની નારાજગી દર્શાવીને પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. ડો. જ્યોતિબેન પંડ્યાની પત્રકાર પરિષદ શરુ થાય તે પહેલા ભાજપે રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાને પ્રાથમિક સભ્ય સહીત પક્ષના તમામ હોદ્દાઓ પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા.

Advertisement


ડો. જ્યોતિબેન પંડ્યાએ રંજનબેન ભટ્ટનું નામ લીધા વિના આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. સુરત અને  અમદાવાદની સરખામણીમાં વડોદરા કે પાછળ રહી ગયું ? વિકાસ માટે આવતી ગ્રાન્ટ ક્યાં જતી રહે છે ? તેવા વેધક સવાલો ડો. જ્યોતિબેન પંડ્યાએ ઉઠાવ્યા હતા. અને મીડિયા કર્મીઓને તપાસ કરવા જણાવ્યું હતું. હજીતો ગત રોજ 13 માર્ચે LVP હોટલમાં મીડિયાકર્મીઓ સાથેની સી.આર પાટીલની બેઠકમાં વડોદરાના વિકાસની ધીમી ગતિ માટે પ્રદેશ અધ્યક્ષે વડોદરાના હાલના નેતાઓને જવાબદાર ગણાવ્યા હતા. અને આ જાહેરમાં બોલાયેલી વાત બાદ પણ રંજનબેનને ત્રીજી વાર રીપીટ કરવામાં આવ્યા હોવાથી ડો. જ્યોતિબેન પંડ્યાએ તોએની પસંદગી પર સવાલો ઉભા કર્યા હતા. ડો.જ્યોતિબેને વધુમાં જણાવ્યું હતું કે, મારી પસંદગી ન કરે તો વાંધો નહિ,શું વડોદરામાં બીજા કોઈ નેતા લોકસભાની ચુંટણી લડવા માટે શક્ષ્મ નથી? ત્રીજી ટર્મ માટે પણ રંજનબેનને ઉમેદવારી આપવાનું કારણ શું?

Advertisement

Trending

Exit mobile version