કેન્દ્ર સરકારના અર્બન એન્ડ હાઉસિંગ વિભાગ દ્વારા બ્યુટીફુલ સીટીની રાષ્ટ્રીય કક્ષાની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ગુજરાત સરકારે રાજ્યના તમામ શહેરો પાસેથી એન્ટ્રી મંગાવી હતી. જેમાં વડોદરા શહેરના રાજમહેલ અને જનમહેલને એવોર્ડ પ્રાપ્ત થયો છે. હવે તે બંને એન્ટ્રી રાષ્ટ્રીય કક્ષાએ મોકલવામાં આવશે તેમ જાણવા મળે છે.
કેન્દ્ર સરકારના અર્બન એન્ડ હાઉસિંગ વિભાગ દ્વારા આયોજિત સિટી બ્યુટી કોમ્પિટિશન રાજ્ય કક્ષાએ 5 કેટેગરી માટે કોમ્પિટિશન યોજાઇ હતી. જેમાં વડોદરા કોર્પોરેશને ભાગ લીધો હતો. કોમ્પિટિશનમાં વડોદરા કોર્પોરેશનને 2 કેટેગરી 1 માટે પુરસ્કાર મળ્યો લક્ષ્મી વિલાસ પેલેસ માટે હેરિટેજ/ટૂરિસ્ટ સ્પેસમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે અર્બન ટ્રાન્સપોર્ટ હબ બજાર અને વાણિજ્ય જગ્યા માટે જનમહેલને દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું છે. હેરિટેજ/ટુરિસ્ટ પ્લેસ માટે લક્ષ્મી વિલાસ પેલેસને પ્રથમ સ્થાન મેળવતા વડોદરા કોર્પોરેશનની એન્ટ્રી હવે રાષ્ટ્રીય કક્ષાની કોમ્પિટિશનમાં મોકલવામાં આવશે.
ગાંધીનગર ખાતે યોજાયેલા એવોર્ડ સમારંભમાં વડોદરા કોર્પોરેશનને બે એવોર્ડ પ્રાપ્ત થયા હતા. એવોર્ડ એનાયત સમારંભમાં શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણા અને સિક્યુરિટી ડાયરેક્ટર મંગેશ જયસ્વાલને બે એવોર્ડ એનાયત કર્યા હતા.