Vadodara

સરદાર એસ્ટેટ ચારરસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

Published

on

વડોદરા મહાનગર પાલિકાની દબાણ ટિમ દ્વારા આજે આજવા રોડ વિસ્તારમાં રસ્તા કિનારે બાંધવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પાલિકાની ટીમે પોલીસને સાથે રાખીને દબાણો દૂર કર્યા હતા.

વડોદરા મહાનગરપાલિકાના વહીવટી અને ઇલેક્શન વોર્ડ 5માં સમાવિષ્ટ વિસ્તાર આજવા રોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા તરફ રસ્તાની બંને બાજુના ભાગે કેટલાક મિલકત ધારકોએ ઓટલા, શેડ સહિતના કાચા પાકા દબાણો માર્જિનની જગ્યામાં કર્યા હતા. આ દબાણો દૂર કરવાની કામગીરી આજે પાલિકાની ટીમે હાથ ધરી હતી.

સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે આવેલ અલવી બેન્ક નજીક નોનવેજની હાટડીઓના પણ વધારાના બાંધકામો પાલિકાની ટીમે દૂર કર્યા હતા. આ કામગીરીમાં બાપોદ પોલીસનો સ્ટાફ બંદોબસ્તમાં હાજર રહ્યો હતો.

Advertisement

Trending

Exit mobile version