કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા મુજબ TP-55-Eમાં 24 મીટર રોડ માટે નડતરરૂપ દબાણો હટાવ્યા.
- 5 JCB મશીન અને બધી જરૂરી શાખાઓ પોલીસ, જીઈબી, ફાયર, સ્ટ્રીટલાઈટ, મેડિકલ આ ઓપરેશનમાં જોડાઈ.
- દબાણકારો દ્વારા સામાન બહાર કાઢવામાં જહેમત ઉઠાવાઈ.
- મોટાભાગના મકાનો, ઓટલા, શેડ સહિત 25 યુનિટ દૂર થયા.
વડોદરા મ્યુ. કોર્પોરેશનની દબાણ શાખા ટીમ દ્વારા ગોરવા વિસ્તારમાં રસ્તા રેસામાં આવતા 25 કાચા-પાકા મકાનોના દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વડોદરા મ્યુ. કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે આજે ગોરવા વિસ્તારમાં મધુનગર ચાર રસ્તાથી કેનાલ તરફ જતા માર્ગની બંને બાજુના ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરી છે. દબાણકર્તાઓ સામાન બહાર કાઢવા જહેમત ઉઠાવતા નજરે ચડ્યા હતા. મ્યુ.કોર્પોરેશનના અધિકારીનું કહેવું હતું કે, ટી.પી.55-એમાં 24 મીટર રસ્તા રેસમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે.
જ્યારે રસ્તાની બંને તરફ કાચા પાકા મકાનો, શેડ, ઓટલા સહિત 25 જેટલા યુનિટ દૂર કરવા દબાણ શાખાની બે ટીમો 5 જેસીબી મશીન વડે કામગીરી કરી રહી છે. આ કામગીરીમાં ગોરવા પોલીસ, જીઈબી, સ્ટ્રીટ લાઈટ, ફાયર, ટીડીઓ, અને મેડિકલની ટીમો જોડાઈ છે.