જ્યારે આજ રોજ હંગામી આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્ય વિસ્તારની મુલાકાતે પહોંચ્યા, ત્યારે ગુસ્સે ભરાયેલા લોકોએ તેમની ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી.
- કમળા (હેપેટાઇટિસ), ઝાડા અને ઉલટી જેવી બીમારીઓના કેસોમાં વધારો થયો.
- સ્થાનિક અર્બન હેલ્થ સેન્ટરમાં દાખલ કરાયા છે,સ્થાનિકો માગ,પાલિકા તરત જ સ્વચ્છ પાણીની પૂરવઠા વ્યવસ્થા કરે
- સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે 10 દિવસથી પીવાનું પાણી પીળાશભરેલું અને દુર્ગંધયુક્ત આવી રહ્યું
વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા એકતા નગરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કમળા (હેપેટાઇટિસ), ઝાડા અને ઉલટી જેવી બીમારીઓના કેસોમાં વધારો થયો છે. અનેક દર્દીઓ હોસ્પિટલ તેમજ સ્થાનિક અર્બન હેલ્થ સેન્ટરમાં દાખલ કરાયા છે.સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે 10 દિવસથી પીવાનું પાણી પીળાશભરેલું અને દુર્ગંધયુક્ત આવી રહ્યું હતું. આ અંગે મહાનગરપાલિકાને અને કોર્પોરેટરોને અવગત કરાયા છતાં કોઈ ઠોસ પગલાં લેવાયા નહોતાં.
જ્યારે આજ રોજ હંગામી આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્ય વિસ્તારની મુલાકાતે પહોંચ્યા, ત્યારે ગુસ્સે ભરાયેલા લોકોએ તેમની ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી. તેઓએ આક્ષેપ કર્યો કે તંત્ર માત્ર પાણીના નમૂના લઈ સંતોષી ગયું છે અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. અમલદારે સ્વીકાર્યું કે તંત્ર તરફથી ક્યાંક અછત રહી ગઈ હોવાની શક્યતા છે.દિવાળી નજીક આવતાં આ પરિસ્થિતિએ ચિંતા વધારી છે, ખાસ કરીને બાળકોમાં કમળા અને પાણીજન્ય રોગચાળાનો વધતો પ્રકોપ જોયો જઈ રહ્યો છે. સ્થાનિકો માગ કરી રહ્યા છે કે પાલિકા તરત જ સ્વચ્છ પાણીની પૂરવઠા વ્યવસ્થા કરે, આરોગ્ય ટીમો વધારવામાં આવે અને રોગની નિયંત્રણ માટે રેપિડ એક્શન પ્લાન તૈયાર થાય..