વડોદરા શહેરમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને સંયુક્ત પોલીસ કમિશનર ડો. લીના પાટીલ દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓનું પરિણામ જોવા મળી રહ્યું છે. છાણી પોલીસે બાતમીના આધારે એક ખુલ્લા મેદાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી લાખોના મુદ્દામાલ સાથે સાત આરોપીઓની ધરપકડ કરી છે.
ઘટનાની વિગત:
છાણી પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એલ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ ખોડાભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, સુભ પાટીપ્લોટની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં લીંબડાના ઝાડ નીચે કેટલાક ઇસમો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે.
🚨 પોલીસ કાર્યવાહી અને ધરપકડ:
બાતમીના આધારે પોલીસે બે પંચોની હાજરીમાં દરોડો પાડતા સ્થળ પરથી કુલ 7 ઇસમો પત્તા-પાના વડે જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📝 ઝડપાયેલા આરોપીઓના નામ:
- મહેબુબશા અલ્લારખા દિવાન (શિનોર)
- ઝાહીરભાઇ ઉસ્માનભાઇ પઠાણ (શિનોર)
- દેવેંદ્રભાઇ બચુભાઇ તડવી (શિનોર)
- સુરેશભાઇ કંચનભાઇ વણકર (વડોદરા શહેર)
- દિલીપભાઇ મંગાભાઇ વસાવા (ડભોઇ)
- સંતોષ વિઠ્ઠલરાવ ઇગડે (મહારાષ્ટ્ર/શિનોર)
- ગજાનંદ વિઠ્ઠલરાવ સાવડે (મહારાષ્ટ્ર/શિનોર)
📌 જપ્ત કરાયેલ મુદ્દામાલ:
- પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા 73,050 નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં:
- રોકડ રકમ: ₹13,050 (અંગઝડતી અને જમીન દાવના મળીને)
- મોબાઈલ ફોન: 06 નંગ (કિંમત ₹60,000)
અન્ય: પત્તા-પાના નંગ-52
👮 પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.