Vadodara

ભારતમાં ટકાઉ વિમાન ઇંધણના સંશોધનને વેગ—એરબસ અને ગતિ શક્તિ યુનિવર્સિટી વચ્ચે ભાગીદારી

Published

on

GSV વડોદરામાં સ્થિત છે અને ભારતની પ્રથમ ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ વિષયક યુનિવર્સિટી છે.

  • GSVનું મુખ્ય લક્ષ્ય પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધન વધારવું છે.
  • GSVના અભ્યાસ અને સંશોધન ક્ષેત્રમાં રેલવે, ઉડ્ડયન, શિપિંગ, બંદરો અને માર્ગઓનો સમાવેશ થાય છે.
  • કરાર અંતર્ગત મ્યુનિસિપલ ઘનકચરો દ્વારા SAFના સ્થાનિક ઉત્પાદન ઉપર ભાર મુકાયો છે.

ગાંધીનગરના ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV) અને એરબસ વચ્ચે ટકાઉ વિમાન ઇંધણ (સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ – SAF) માટે સંયુક્ત અભ્યાસ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભારત સુસ્ટેનેબલ ફ્યુઅલ સમિટ 2025ના ઉદ્ઘાટન પ્રસંગે આ મહત્વપૂર્ણ કરાર થયો હતો, જેમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિન્જરાપુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ સહયોગ અંતર્ગત GSVની સંશોધન ક્ષમતાઓને એરબસના વૈશ્વિક અનુભવ સાથે જોડવામાં આવશે. ઉદ્દેશ છે કે મ્યુનિસિપલ ઘન કચરાનો ઉપયોગ કરીને દેશમાં જ ટકાઉ વિમાન ઇંધણનું ઉત્પાદન શરૂ કરી શકાય. પ્રોજેક્ટ અંતર્ગત એરબસ તરફથી અદ્યતન સંશોધન સાધનો, નાણાકીય સહાય અને નિષ્ણાત કર્મચારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

GSV અને એરબસ સાથે અર્થ રક્ષક ફાઉન્ડેશન પણ જોડાશે, જે ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાંથી કચરાના સંગ્રહ અને પુરવઠાની જવાબદારી સંભાળશે. કરાર પર GSVના ઉપકુલપતિ પ્રો. મનોજ ચૌધરી અને એરબસના SAF એન્ડ CDR હેડ જુલિયન માનહેસે હસ્તાક્ષર કર્યા હતા.આ ભાગીદારી ભારતના ઉડ્ડયન ક્ષેત્રને વધુ ટકાઉ અને સ્વનિર્ભર બનાવવા માટે મહત્વપૂર્ણ કદમ તરીકે માનવામાં આવી રહી છે.

Trending

Exit mobile version