વડોદરા જિલ્લાના પાદરા જંબુસર હાઇવે પર આવેલ કુરાલ ગામ નજીક ગોકુલ હોટલ પર ચા પીવા ગયેલ 66 વર્ષીય આધેડનું ડમ્પરની અડફેટે મોત નીપજ્યું હતું ઘટના ની જાણ વડું પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
પાદરા તાલુકાના સાંપલા ગામ ખાતે રહેતા 66 વર્ષીય ભીખાભાઈ મેલાભાઇ વસાવા વરસાદ પડતા પાદરા જંબુસર હાઈવે પર આવેલ ગોકુલ હોટલ ખાતે ચા પીવા ગયા હતા અને ચા પીને ભીખાભાઇ હોટલના ખુલ્લા મેદાનમાં લઘુશંકા કરવા ગયા હતા તે દરમિયાન ખુલ્લા મેદાન માં પાર્ક કરેલ ડમ્પર ચાલકે પાછળ જોયા વગર ડમ્પર રિવર્સ લેતા ડમ્પરની પાછળ લઘુશંકા કરતા ભીખાભાઇ ડમ્પર નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું
વડુ પોલીસે ઘટના સ્થળે પહોંચી ભીખાભાઇ ના મૃતદેહનો કબ્જો લઇ મૃતદેહ ને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માત કરી ડમ્પર ઘટના સ્થળે છોડી ફરાર થઈ ગયેલ ડમ્પર ચાલક ની શોધખોળ ના ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી