Vadodara

VMCની નિષ્ક્રિયતા સામે રોષ: દબાણકર્તાઓ અને અધિકારીઓની મિલીભગતનો આક્ષેપ, રહીશો રસ્તા પર ઉતર્યા.

Published

on

વડોદરા: આજવા રોડ પર દબાણ મુદ્દે રહીશોનો ઉગ્ર વિરોધ.

  • ગીત બંગલો સોસાયટીના રહીશોએ હાથમાં પ્લેકાર્ડ્સ લઈ કરી સૂત્રોચ્ચારો.
  • અસામાજિક તત્વો દ્વારા રોડ પર કબજો કરાયો હોવાનો ગંભીર આક્ષેપ.
  • પાલિકાની દબાણ શાખાની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે નારાજગી.

વડોદરાના પૂર્વ વિસ્તારમાં આજે સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો છે. આજવા રોડ પર આવેલી ગીત બંગલો સોસાયટીમાં લાંબા સમયથી ચાલી રહેલા દબાણના પ્રશ્ને હવે રહીશોની ધીરજ ખૂટી છે. રવિવારની સવારે શાંત રહેવાને બદલે આ વિસ્તાર સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યો હતો.

આ દ્રશ્યો છે કમલા નગર વિસ્તારની ગીત બંગલો સોસાયટીના. જે રસ્તો રહીશોની અવરજવર માટે હતો, ત્યાં આજે અસામાજિક તત્વોનો જમાવડો અને ગેરકાયદેસર બાંધકામ જોવા મળી રહ્યું છે. રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી કોમન રોડ પર દબાણ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે હવે અહીંથી એક ટુ-વ્હીલર પસાર કરવું પણ મુશ્કેલ બન્યું છે.

🗣️સ્થાનિક નો રોષ👇

અમે ટેક્સ ભરીએ છીએ, પણ અમને રસ્તો નથી મળતો. અહીં એમ્બ્યુલન્સ પણ આવી શકે તેમ નથી. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? અમે વારંવાર રજૂઆત કરી પણ કોર્પોરેશનના પેટનું પાણી હલતું નથી!

🧐સૌથી ગંભીર આરોપ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ પર લાગી રહ્યો છે. રહીશો પૂછી રહ્યા છે કે શું પાલિકાના અધિકારીઓની રહેમનજર હેઠળ આ દબાણો ફૂલીફાલી રહ્યા છે? વારંવારની ફરિયાદો છતાં તંત્ર મૌન કેમ છે? રવિવારે સવારથી જ મહિલાઓ અને પુરુષોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ‘દબાણ હટાવો, રસ્તો ખુલ્લો કરો’ના નારા લગાવ્યા હતા.

🫵હવે જોવાનું એ રહે છે કે, શું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા ઊંઘમાંથી જાગશે? શું આ ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરશે કે પછી રહીશોએ હજુ પણ આ હાલાકી ભોગવવી પડશે?

Trending

Exit mobile version