Vadodara

વડોદરાના નવ નિયુક્ત જિલ્લા કલેક્ટર બિજલ શાહે આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો

Published

on

બિજલ શાહ જામનગર જિલ્લા કલેકટર પદે ફરજ બજાવી ચુક્યા છે



વડોદરાના જિલ્લા કલેકટર એ.બી.ગોરની મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી બદલી થતા તેમને હરણી બોટ દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ સરકારને સોંપ્યા બાદ વડોદરા જિલ્લા કલેકટર તરીકેનો ચાર્જ છોડતા વડોદરા જિલ્લા કલેકટર તરીકે નવ નિયુક્ત બિજલ શાહે આજે સવારે વિધિવત રીતે વડોદરા જિલ્લા કલેક્ટરે તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો



વડોદરા જિલ્લા કલેકટર તરીકે નવ નિયુક્ત બિજલ શાહે આજે સવારે વિધિવત રીતે વડોદરા જિલ્લા કલેક્ટરે તરીકેનો ચાર્જ સંભાળતા અધિક નિવાસી કલેકટર બી એસ પ્રજાપતિ સહિત અધિકારીઓ અને વર્ગ-3 મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા
નવ નિયુક્ત જિલ્લા કલેકટરનું બુકે આપી કર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું વડોદરાના નવ નિયુક્ત જિલ્લા કલેકટર બિજલ શાહ જામનગર જિલ્લા કલેકટર પદે ફરજ બજાવતા હતા



આ પ્રંસગે નવનિયુક્ત જિલ્લા કલેક્ટર બીજલ શાહએ જાણવ્યું હતું કે, વડોદરામાં સુઓમોટો વારસાઈની ઝુંબેશ ચલાવવામાં આવશે અને વર્ષ 2010-20 ની વચ્ચે જે લોકોના મૃત્યુ થયા હોય તેમના ડેટા કાઢી વારસાઈ ન થઈ હોય તો તેમના ઘરે જઈ વારસાઈ કરવા સમજાવીશું સાથે સરકારી જમીનમાં સરકારી પ્રોજેક્ટ માટે અડચણ આવી રહી હોય તેને તાત્કાલિક દૂર કરાવીશું

Trending

Exit mobile version