Vadodara

પાલિકાનું ‘ભૂવા મિશન’? વડોદરાના ભાયલીમાં રસ્તો ધસી પડતા અકસ્માત, નિર્દોષ નાગરિક ઈજાગ્રસ્ત.

Published

on

  • જોખમી રસ્તા: ભાયલી વિસ્તારમાં ડ્રેનેજ લાઈનના પુરાણ બાદ માર્ગ ધસી પડ્યો, મોટો ભૂવો સર્જાયો.
  • અકસ્માત: બાઈક સવાર વળાંક લેવા જતા સીધો ભૂવામાં પટકાયો, યુવકને સામન્ય ઈજા અને વાહનને નુકસાન.
  • તંત્ર સામે સવાલ: ‘વન ડે વન ક્લીન રોડ’ ના દાવા વચ્ચે વડોદરામાં ‘રોજ એક નવો ભૂવો’ મિશન!
  • સ્થાનિકોમાં રોષ: VMC ની નબળી કામગીરીને કારણે જનતાના જીવ જોખમમાં, જવાબદારો સામે પગલાં લેવા માંગ.

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા વિકાસના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. શહેરના પોશ ગણાતા ભાયલી વિસ્તારમાં પાલિકાની નબળી કામગીરીને કારણે એક નિર્દોષ બાઈક સવારનો જીવ જોખમમાં મુકાયો હોવાની ઘટના સામે આવી છે.

શું છે સમગ્ર ઘટના?

ભાયલી વિસ્તારમાં થોડા સમય પહેલા જ ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી હતી. નિયમ મુજબ કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તાનું યોગ્ય પુરાણ કરવું જરૂરી હોય છે પણ આપણા શહેર માં ફોટો સેશન રીલ બનાવી જરૂરી છે VMC ને, પરંતુ અહીં કોન્ટ્રાક્ટર અને તંત્ર દ્વારા વેઠ ઉતારવામાં આવી હોય તેમ જણાય છે. યોગ્ય પુરાણ ન થવાને કારણે મુખ્ય માર્ગ પર જ મોટો ભૂવો પડ્યો હતો. આજે એક બાઈક સવાર જ્યારે આ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો અને વાહન ટર્ન લેવા ગયો, ત્યારે અચાનક રોડ ધસી પડ્યો અને તે બાઈક સાથે ભૂવામાં પટકાયો હતો.

🧐ઈજા અને નુકસાન:

આ અકસ્માતમાં બાઈક સવારને શરીરે પાછળ ના ભાગે થોડી ઈજાઓ પહોંચી છે, જ્યારે તેના ટુ-વ્હીલર વાહનને પણ ભારે નુકસાન થયું છે. સ્થાનિક રહીશોએ તાત્કાલિક દોડી આવી યુવકને બહાર કાઢ્યો હતો. રહીશોનો આક્ષેપ છે કે પાલિકા માત્ર કાગળ પર કામગીરી બતાવે છે, જમીની સ્તરે કામગીરી અત્યંત લોટ-પાણી ને લાકડા જેવી છે.

🗣️પાલિકાના અભિયાન પર કટાક્ષ:

વડોદરામાં અત્યારે ‘વન ડે વન ક્લીન રોડ’ અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ જનતા હવે પૂછી રહી છે કે શું આ ‘રોજ એક નવો ભૂવો’ પાડવાનું મિશન છે? ચોમાસા પહેલા જ જો રસ્તાઓની આ હાલત હોય, તો વરસાદમાં વડોદરાની સ્થિતિ શું હશે તે વિચારીને જ નાગરિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

હવે જોવાનું એ રહેશે કે આ ઘટના બાદ પાલિકા જાગે છે કે પછી અન્ય કોઈ મોટા અકસ્માતની રાહ જોવે છે.

Trending

Exit mobile version