Vadodara

પંડ્યા બ્રિજ પાસેની ગલીમાં દબાણો પર ત્રાટકી પાલિકા

Published

on

  • વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાના અધિકારીનું કહેવું છે કે, ઉપરથી મળેલા આદેશ અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી છે.

વડોદરા ના પંડ્યા બ્રિજ પાસે આવેલી યુનિ. હોસ્ટેલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ લેબ પહેલાની ગલીમાં ખાણી-પીણીની લારીઓ ધમધમતી હતી. જેને પહલે અવર-જવર માટે રોડ સાંકડો થતો જતો હતો. આજે પાલિકાના દબાણ અધિકારીના આદેશ મુજબ અહિંયા ટીમો ત્રાટકી છે. અહિંયાથી દોઢ દઝન જેટલી લારીઓ જપ્ત કરવામાં આવી  છે. સાથે જ 30 જેટલા કાચા-પાકા શેડ તોડી પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ રીસર્ફેસીંગની કામગીરી અંતર્ગત એક તરફનો ફતેગંજ બ્રિજ બંધ હોવાથી લોકો આ રૂટનો વધુ ઉપયોગ કરતા જણાય છે. જેથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

વડોદરામાં સમયાંતરે પાલિકાની દબાણ શાખા દ્વારા વિવિધ જગ્યાઓ પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે. જો કે, થોડાક સમયમાં જ પરિસ્થિતી યથાવત થઇ જાય છે. ત્યારે આજે પાલિકાની દબાણ શાખાની ટીમો દ્વારા પંડ્યા બ્રીજ નીચે આવેલી યુનિ. હોસ્ટેલ અને ફૂડ એન્ડ ડ્રગ્સની ઓફિસ વચ્ચેની ગલીમાં ધમધમતી ખાણી-પીણીની લારીઓના દબાણો પર મોટી કાર્યવાહી કરી છે. દબાણ શાખાની ટીમ પોતાનું લશ્કર લઇને પહોંચી છે. અને દબાણો દુર કરવાની કામગીરી ચાલી રહી છે.

પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, સ્થળ પરથી આશરે દોઢ ડઝન જેટલી લારી-ગલ્લા-કેબિનો જપ્ત કરવામાં આવ્યા છે. સાથે જ 30 જેટલા કાચા-પાકા શેડ દુર કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે જાણ થતા મોટા ભાગના કિસ્સાઓમાં લારી ધારકો જાતે જ દબાણો દુર કરી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે. પાલિકાની દબાણ શાખાના અધિકારીનું કહેવું છે કે, ઉપરથી મળેલા આદેશ અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી છે. અને આગામી સમયમાં પણ વિવિધ વિસ્તારોમાં આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે.

Trending

Exit mobile version