વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશીએ શહેરની સુખાકારીમાં વધારો કરવા તેમજ મધ્ય ગુજરાતના વિવિધ છ જિલ્લાઓ વેપાર ઉદ્યોગ કેન્દ્રને લાભ મળે તે માટે વડોદરાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીની મુલાકાત લઇ રજૂઆત કરી.
વડોદરા સાંસદ ડો.હેમાંગ જોશીએ લોકસભામાં તેમના કાર્યકાળના પ્રથમ સત્ર દરમિયાન ગઈકાલે તેઓ નવી દિલ્હી ગયા હતા. જ્યાં તેમને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ નાયડુજીની ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમજ આ મુલાકાતે પણ વડોદરા ખાતેથી આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સની શરૂઆત કરવા માટે સાંસદ ડો.હેમાંગ જોશીએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ નાયડુજીને રજૂઆત કરી હતી.
સાંસદ ડો.હેમાંગ જોશીએ વડોદરા ખાતે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા માટે કેબિનેટ મંત્રીને અરજીપત્ર આપી રજૂઆત કરી હતી. સાંસદે કેબિનેટ મંત્રીને વડોદરા એરપોર્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સની શરૂઆત થવાથી વેપાર-ઉદ્યોગ કેન્દ્રના મધ્ય ગુજરાતના છ જેટલા જિલ્લાઓને સીધો લાભ મળશે. તેમજ ઉદ્યોગકારો માટે પણ ખૂબ ઉપયોગી બનશે તે અંગે માહિતગાર કર્યા હતા.
જોકે,સાંસદની આ રજૂઆતને કેબિનેટ મંત્રીએ ધ્યાને લઇ સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. અને હવે આગામી સમયમાં સાંસદ ડો.હેમાંગ જોશી આ મામલે કેન્દ્રીય નાણા મંત્રાલય અને ગૃહ મંત્રાલયને પણ રજૂઆત કરશે.