Vadodara

માંગો એ બ્રાન્ડની શરાબની બોટલ “બનાવી” આપનાર ભેજાબાજો ઝડપાયા, 100 Pipers માં Goa બ્રાન્ડ ભરીને આપતા

Published

on

દારૂબંદી ના ધજાગરા ઉડાવતી એક બાદ એક ઘટના વડોદરામાં સામે આવી રહી છે ઉતરાયણ પર્વ પૂર્વે શહેરના ફતેગંજ કલ્યાણ નગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ધમધમી રહેલ ડુપ્લીકેટ બ્રાન્ડેડ દારૂ બનાવતી મીની ફેક્ટરીનો સયાજીગંજ પોલીસે પર્દાફાશ કરી માહિલા સાઈટ ત્રણ આરોપીઓની મુદામાલ સાથે ધરપકડ કરી બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાયર્વાહી હાથ ધરી છે

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઉતરાયણ પર્વ અનુશંધાનમા સયાજીગંજ પોલીસ મથકની ટિમ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન બાતમી મળી હતી શહેરના ફતેગંજના કલ્યાણનગર ખાતે આવેલ રાજીવગાંધી આવાસમાં બ્લોક નં- બી મકાન નં-51માં રહેતા સાજીદ ઉર્ફે નોટ સઇદભાઇ શેખ, સઇદ મુરાદભાઇ શેખ, શકીલ સઇદભાઇ શેખ અને સાહીલ સઇદ શેખ તથા રૂકશાર સાજીદ શેખ ડુપ્લીકેટ બ્રાન્ડેડ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ચલાવી રહ્યા છે

જે બાતમીના આધારે સયાજીગંજ પોલીસની ટીમે બાતમી આધારિત કલ્યાણનગર ખાતે આવેલ રાજીવગાંધી આવાસના મકાનમાં દરોડા પાડતા પોલીસ પણ દારૂની મીની ફેક્ટરી જોઈ ચોકી ઉઠી હતી પોલીસે પ્લાસ્ટીક ની વિદેશી દારૂની બોટલો માંથી વિદેશી દારૂ કાઢી તેમા ભેળસેળ કરી અલગ અલગ કંપની ની બ્રાન્ડેડ લેબલવાળી ખાલી બોટલો માં ભરી સીલ કરી રહેલ મહિલા રૂકશાર સાજીદ શેખ, શકીલ સઇદભાઇ શેખ અને સઇદ મુરાદભાઇ શેખને રંગે હાથે ઝડપી પાડી પોલીસે રૂ. 17,735ની કિંમતની પ્લાસ્ટીક ની વિદેશી દારૂની બોટલો જપ્ત કરી સાજીદ ઉર્ફે નોટ સઇદભાઇ શેખ તેમજ સાહીલ સઇદ શેખને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Trending

Exit mobile version