આદિવાસી પટ્ટીના યુવા નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમના પત્ની સામે ફોરેસ્ટ ઓફિસરને ઘરે બોલાવીને રિવોલ્વરની અણીએ ધમકાવી એક રાઉન્ડ ફાયરીંગ કરીને માર માર્યો હોવાની ફરિયાદ દેડિયાપાડા પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી આ કેસમાં એક મહિના ઉપરાતના સમય થી ફરાર ચૈતર વસાવાનો એક વિડીયો સામે આવ્યો છે જે વિડીયોમાં ધારાસભ્ય ચૈતર વસાવા પોતે આજે પોલીસ સમક્ષ હાજર થવાનું જણાવી રહ્યા છે સાથે તેમને ભારતીય જનતા પાર્ટી સામે ગંભીર આક્ષેપો પણ કર્યા હતા
ધારાસભ્ય ચૈતર વસાવા વિડીયો ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરતા જાણવ્યું હતું કે, આટલો નાનો ધારાસભ્ય સડક થી લઈને સદન સુધી લડે છે જેથી આ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું અને જયારે હું ચૂંટાયો ત્યારે આ ખોટી રીતે ચૂંટાયો આ ધારાસભ્ય છે તેમ કરીને નામદાર હાઈકોર્ટ માં મારુ ધારાસભ્ય પદ રાદ કરવા ભાજપના લોકોએ પિટિશન દાખલ કરી જે કેસ હમણાં સુધી ચાલ્યો અને મને નિર્દોષ જાહેર કરી મારી જીત થઇ ત્યારે આ લોકો મને કઈ રીતે ફસાવીએ ષડયંત્રના ભાગ રૂપે આ ખોટા કેસો કરવામાં આવ્યા અને આજે મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે
ધારાસભ્ય ચૈતર વસાવા વિડીયો માં જણાવી રહ્યા છે કે, અમારી પર જે ખોટો કેસ કરવામાં આવ્યો છે જેમાં આજે અમે પોલીસ સમક્ષ હાજર થવા જઈ રહ્યા છે. એક મહિના સુધી આપ સૌ ના દુઃખ સુખના પ્રસંગમાં હાજર નથી રહી શક્યો તે બદલ સૌ કોઈની માફી માંગુ છું.