Vadodara

વેમાલી ગ્રામ પંચાયતના સભ્ય 7 મી અમરનાથ યાત્રા પૂરી કરી ન શક્યા, પંચતરણીમાં અસહ્ય ઠંડીથી મોત

Published

on

બાબા અમરનાથની યાત્રાએ ગયેલા શહેરના વેમાલી ગામના માજી પંચાયત સભ્ય અસહ્ય ઠંડીનો સામનો કરની ન શકતા મોતને ભેટ્યા છે. છેલ્લા છ વર્ષથી સતત બાબા અમરનાથની યાત્રાએ જતા માજી પંચાયત સભ્ય આ વખતે સાતમી વખત ગયા હતા. માજી પંચાયત સભ્યનું યાત્રા દરમિયાન મોત થયું હોવાના સમાચાર પરિવારજનોને થતાં ઘેરા શોકમાં ઘરકાવ થઇ ગયા છે. તે સાથે ગામમાં પણ ગમગીની ફેલાઇ ગઇ છે.

મળેલી માહિતી પ્રમાણે વડોદરાના વેમાલી ગામમાં રહેતા રાજેન્દ્રભાઇ મોહનભાઇ ભાટીયા (ઉં.વ.58) પ્રતિવર્ષ હરણી ખાતેથી ચિમનભાઇ અમરનાથ યાત્રાની ટુર ઉપાડતા ચિમનભાઇ પટેલની ટુરમાં ગયા હતા. તેઓની સાથે વેમાલી ગામમાં રહેતા રમણભાઇ પરમાર તેમજ હોમગાર્ડમાં ફરજ બજાવતી બે મહિલાઓ અને દુમાડ ગામના એક યાત્રાળુઓ પણ યાત્રાએ ગયા છે.

Advertisement

વેમાલી ગામના માજી સરપંચ રાજેન્દ્રભાઇ ભાટીયા સહિત તેઓની બસના યાત્રીકો પહેલગાંવથી બાબાની ગુફા તરફ યાત્રા શરૂ કરી દીધી હતી. પરંતુ, શરૂ થયેલા કારણે યાત્રીકોને પંચતરણી ખાતે રોકી દેવામાં આવ્યા હતા. પંચતરણીમાં ભારે વરસાદ અને માઇનસ ડિગ્રી ઠંડી હોવાથી અનેક યાત્રીકોથી ઠંડી સહન ન થતાં બિમાર પડવાનું શરૂ થયું હતું. જેમાં વેમાલી ગામના રાજેન્દ્રભાઇ ભાટીયાની તબિયત બગડતા તેમનું મોત નીપજ્યું હતું.

અમરનાથ યાત્રા દરમિયાન મોતને ભેટેલા રાજેન્દ્રભાઇ ભાટીયા વેમાલી ગામમાં સલુન ચલાવતા હતા. ઉપરાંત તેઓ છેલ્લા કેટલાંક વર્ષોથી હોમગાર્ડમાં પણ સેવા આપતા હતા. રાજેન્દ્રભાઇને પરિવારમાં પત્ની, બે દીકરી અને એક પુત્ર છે. ઉપરાંત ભાઇ-ભાભી સહિતનું બહોળું પરિવાર છે વેમાલીના નિલેશભાઈ પટેલે જાણવા અનુસાર રાજેન્દ્રભાઈ ભાટિયાનું મોત થતાં તેમનો મૃતદેહ પ્લેન દ્વારા વડોદરા લાવવામાં આવશે જે માટેની ઔપચારિકતાઓ હાથ ધરવામાં આવી છે

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version