Vadodara

ફાજલપુર પાસે મહી નદીમાં મોટાપાયે રેતીનું ખનન: 30 લાખની કિંમતના 4 વાહનો કબજે કરાયા

Published

on

  • એક લોડર, એક ડમ્પર અને બે ટ્રેક્ટર મળી 30 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

વડોદરા નજીક ફાજલપુર ખાતે મહી નદીમાં મોટાપાયે થતું ગેરકાયદે રેતીખનન ઝડપી પાડી ખાણખનિજખાતાએ બે ટ્રેક્ટર, લોડર અને એક ડમ્પર મળી આશરે રૂ.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે ફાજલપુર પાસેથી પસાર થતી મહી નદીના પટમાં મોટાપાયે રેતીનું ખનન ચાલે છે તેવી માહિતી મળતાં ખાણખનિજના સ્ટાફે આજે બપોરે દરોડો પાડતાં રેતી માફિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા રેતીનું ખનન તેમજ તેનું વહન કરવા માટે ઉપયોગમાં લેવાતા લોડર, બે ટ્રેક્ટર અને એક ડમ્પર કબજે કર્યા હતાં.

નદીમાં કેટલા સમયથી રેતીનું ખનન ચાલતું હતું તે અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ માપણી કરીને કેટલી રેતી ઉલેચવામાં આવી તે નક્કી કરી દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Trending

Exit mobile version