વડોદરા માંથી તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી નમૂનાઓ એકત્ર કરીને રાજ્ય સરકારની પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા
- નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ અને મિસબ્રાન્ડેડ જાહેર થયા
- પરીક્ષણનો રિપોર્ટ આવ્યા બાદ નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલ દ્વારા આઠ વેપારી પેઢીને દંડ ફટકારાયો
- આઠેય વેપારી પેઢીને દંડ ફટકારવામાં આવ્યો
જ્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી નમૂનાઓ એકત્ર કરીને રાજ્ય સરકારની પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં ખાદ્ય પદાર્થો સબ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડેડ જાહેર થતાં જે તે નમૂના બનાવતી અને વેચતી પેઢી સામે નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
એમાં ગોપીશ્રી ગાયનું શુદ્ધ ઘીની પેઢીના કેતનભાઇ મનુભાઇ શાહ અને વિક્રાંત કનુભાઇ શાહને રૂ.1.15 લાખ, ચક્કી ફ્રેશ ઘઉંનો લોટના શિવા હોસ્પિટાલિટીના રમેશભાઇ પદ્મનાભ શેટ્ટીને રૂ.60 હજાર અને આ જ પેઢીમાંથી લેવાયેલા મગની દાળના નમૂના માટે રૂ.40 હજાર, મલ્ટીગ્રેઇન પ્રિમિક્સના કાર્ડિન હેલ્થકેરના જીતેન્દ્રકુમાર રમોતાર જાંગીરને રૂ.30 હજાર, શ્રીરામ મસાલા મરચુંના પીએન્ડડી ફૂડ સર્વિસના કલ્પેશ નવનીતલાલ પટેલને રૂ.1.10 લાખ, સુપિરિયર જીએમપી પેશ્ચુરાઇઝ્ડ હોમોનાઇઝ્ડ સ્ટાન્ડાર્ડાઇઝ્ડ મિલ્કની જયસ્વાલ કેન્ટીનના વિકાસ કાલીચરણ જયસ્વાલને રૂ.70 હજાર, ગોપાલ નમકીન અડદ પાપડના અનિલકુમાર મૂળજીભાઇ પટેલ તથા કિરણ શાંતારામ મોરેને રૂ.35 હજાર, વેદરાજ મસાલાના ધાણાજીરૂ અંગે ગૌતમ જીવરાજ પટેલ તથા પિનાકિન ચંદ્રકાંત પટેલને રૂ.30 હજારનો દંડ કરવામાં આવ્યો છે.