Vadodara

જીલ્લા ભાજપ અધ્યક્ષની રેસમાં અધધ ઉમેદવારો ,જાણો કોણે કોણે લાયકાત પ્રમાણે ઉમેદવારી નોંધાવી

Published

on

સંગઠન પર્વની ઉજવણીની સાથે સાથે નવા મંડલ પ્રમુખો તેમજ જીલ્લા અને શહેર પ્રમુખોની નિયુક્તિની તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં આજે શહેર તેમજ જીલ્લા પ્રમુખના પદ માટે ઉમેદવારી કરવા માંગતા ઈચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ભાગ લઈને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

દેશમાં ભારતીય જનતા પાર્ટી એક માત્ર એવો પક્ષ છે. જ્યાં ચુંટણીમાં જીત મેળવવા કરતા સંગઠન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. પાર્ટી સંગઠનની મજબૂતીથી જ ચુંટણીઓમાં સારા પરિણામો મેળવી શકાય છે તે વાત ભાજપે સાબિત કરી બતાવી છે. સામાન્ય રીતે સંગઠનની શક્તિ ચુંટાયેલા પ્રતિનિધિઓ કરતા પણ વધુ અસરકારક હોય છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહીત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ સંગઠનને પ્રથમ અને દેશને સર્વોપરી રાખીને પોતાની કારકિર્દી રાજકારણમાં અજમાવી છે.

Advertisement

ભાજપના સંગઠનની રચનાઓ અન્ય ચુંટણી પ્રક્રિયાથી બિલકુલ અલગ છે. અહિયાં ચુંટણી પ્રક્રિયાની જેમ ઉમેદવારી ફોર્મતો ભરવામાં આવે છે. પણ અહી મતદાન કે ચુંટણી પ્રચાર કરવામાં આવતો નથી. ઉમેદવારો પોતાની લાયકાત પ્રમાણે ઉમેદવારી નોંધાવે છે. જેના આધારે ઉપલા સંગઠન દ્વારા નીચેના સંગઠનના હોદ્દેદારોની નિયુક્તિ થાય છે. જે ચડતા ક્રમમાં આખા સંગઠન માળખાની નવેસરથી રચના કરવામાં આવે છે.

રાજ્યમાં મંડલ પ્રમુખોની જાહેરાત એક સપ્તાહ પહેલા કરવામાં આવી હતી. જે બાદ ભારતીય જનતા પાર્ટીએ જીલ્લા અને શહેર અધ્યક્ષ માટે ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામાં પ્રદેશ ભાજપે નક્કી કરેલા ક્રાઇટેરિયામાં બંધ બેસતા ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. જ્યાં આજે જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ચુંટણી અધિકારીઓની હાજરીમાં જીલ્લા ભાજપ અધ્યક્ષની જગ્યા માટે ભાજપના આગેવાનોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

ભાજપના હાલના જીલ્લા અધ્યક્ષ સતીષ પટેલ નિશાળિયાએ બીજી ટર્મ માટે પોતાની ઉમેદવારી નોંધાવીને પ્રક્રિયાની શરૂઆત કરી હતી. આ સાથે વય મર્યાદાની બાધાઓ નીકળી જતા અનેક આગેવાનોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

કરજણ-શિનોર
સતીષ પટેલ નિશાળિયા
સી.એમ પટેલ(પુનીયાદ),
સચિન પટેલ,
જીતુભાઈ પટેલ (ફોફળીયા)
જયદીપસિંહ
ઉપેન્દ્ર શેઠ
પ્રવીણસિંહ અટાલીયા
અમરીશ પંડ્યા
મુકેશ પંડ્યા
કૌશિક પટેલ
અશોકસિંહ મોરી

Advertisement

વાઘોડિયા
ધર્મેશ પંડ્યા(પીપળીયા)
સુરેશભાઈ પટેલ(અમેરેશ્વર)
રાજેન્દ્ર પટેલ
ઉત્સવ પરીખ

વડોદરા તાલુકા
અશોક પટેલ (પોર)
અશ્વિન પટેલ (કોયલી)
હિતેન્દ્રસિંહ પરામર (અંપાડ)
રસિક પ્રજાપતિ
દિલીપસિંહ શેરખી
ગોપાલ રબારી
ઇન્દ્રજીતસિંહ ચુડાસમા
રાજેશ પટેલ (સોખડા)
દેવેન્દ્ર પાટણવાડિયા
જયેશ પટેલ (બાજવા)

Advertisement

સાવલી- ડેસર
નટવરસિંહ સોલંકી
અજેન્દ્રસિંહ ઠાકોર
નરેન્દ્રસિંહ રાઉલજી

Advertisement

પાદરા
યોગેશ અધ્યારુ
પ્રવીણસિંહ સિંધા
કમલેશ પરમાર
રમેશ વાઘેલા

ડભોઇ
સશીકાંત પટેલ(મંડાળા)
બી.જે બ્રહ્મભટ્ટ
મહેશ પટેલ દાજી
અશ્વિન પટેલ (મંડાળા)

Advertisement

મહિલાઓ
મધુબેન સોલંકી(વડોદરા તાલુકો)
લતાબેન પટેલ (વડોદરા તાલુકો)
હીનાબેન મોઢ (શિનોર)
કલ્પનાબેન પટેલ (ડભોઇ)

Advertisement

Trending

Exit mobile version