વડોદરામાં સ્પાની આડમાં સ્પાની આડમા ધમધમતા કુટણખાનાનો પર્દાફાશ થયો. માંજલપુર વિસ્તારમાં આવેલ ધ રોયલ સ્પામાં પોલીસે રેડ પાડી સાત ભોગ બનનાર યુવતીઓને મુક્ત કરાવી કુટણખાનું ચલાવનાર આરોપીની ધરપકડ કરી છે.
રાજ્યમાં અનેક જગ્યાએ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલ સ્પા, મસાજ પાર્લરોમાં મસાજના નામે અનૈતિક દેહ વ્યાપારનું રેકેટ ચાલતું હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. ત્યારે આ બધા વચ્ચે વડોદરા શહેરમાં પોલીસે માંજલપુર વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો ગોરખધંધો ઝડપી પાડ્યો છે. માંજલપુર વિસ્તારમાં આવેલ ધ રોયલ સ્પામાં દેહવ્યાપાર ચાલતું હોવાની A.H.T.U બાતમી મળતા સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા.
તૌસીફ ઇસ્માઇલ ખત્રી નામનો શખ્સ પર પ્રાંતી યુવતીઓને રૂપિયાની લાલચ આપી ગોરખધંધો ચલાવતો હતો. આરોપી ગ્રાહકો પાસે એન્ટ્રી પેટે 1200 થી 1500 રૂપિયા લેતો હતો. ત્યારબાદ ગ્રાહકો પાસે યુવતી દીઠ રૂ 3 હજાર થી 4 હજાર લેતો હતો. પોલીસે રેડ દરમિયાન સાત ભોગ બનનાર યુવતીઓ મળી આવતા તેઓને મુક્ત કરાવી હતી. સાથે જ પોલીસે સ્પા મેનેજર શબાના ઉર્ફે કાજલ ઇસ્માઇલ શેખની કરી ધરપકડ કરી જયારે મુખ્ય આરોપી તૌસીફ ઇસ્માઇલ ખત્રી ફરાર છે.