મુંબઈમાં RBI સહીત 11 સ્થળોને બોમ્બની ઉડાવવાની ધમકીભર્યો ઇમેઇલ મળ્યાં બાદ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ સહિત દેશની સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી અને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ તેમજ મહારાષ્ટ્ર ATSનું સંયુક્ત ઓપરેશન ધમકી હાથ ધરી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે વડોદરા શહેર ખાતે ધામા નાખી વડોદરામાંથી 3 યુવકોની અટકાયત કરી ઊંડાણપૂર્વક પુછતાછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે .
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને મંગળવારે ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. RBI, HDFC બેન્ક સહિત 11 સ્થળો પર બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી જેથી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટી.એસ દ્વારા ગુપ્ત રાહે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને વડોદરા જિલ્લાના પાદરા માંથી એક શખ્સ તેમજ શહેરના પાણીગેટ વિસ્તારમાંથી બે શખ્સની અટકાયત કરવામાં આવી હતી
પ્રાથમિક જાણકારી અનુસાર મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્ધારા ખિલાફત ઇન્ડિયા મુમેન્ટ સાથે સંકળાયેલા હોવાની આશકાએ આદીલ, અર્સીલ અને વસીમ નામના શખ્સોની અટકાયત કરી ત્રણેયની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવા તાત્કાલીક મુંબઇ ખાતે લઇ જવામાં આવ્યાં છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને મળેલ ધમકીભર્યા ઈમેલમાં આરબીઆઇ કાર્યાલય, એચડીએફસી બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્કમાં બોમ્બ લગાવવામાં આવશે તેમ ધમકીભર્યા ઈમેલમાં જણાવવા માં આવ્યું હતું અને RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી હતી.