Vadodara

નાના માર્ગ પર ડિવાઈડર બનાવી એક્સિડન્ટ ઝોનનું નિર્માણ કરતા સ્માર્ટ સિટીના “રાજાઓ”

Published

on

વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં શરાફી હોલથી કબ્રસ્તાન તરફ જવાના રસ્તે ડિવાઇડર નાંખવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. જેને કારણે સ્થાનિકોમાં રોષની લગાણી વ્યાપી જવા પામી છે. સ્થાનિકોનુું કહેવું છે કે, પહેલાથી આ રસ્તો નાનો છે. અને તેમાં વચ્ચે ખોડીને ડિવાઇડર નાંખવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં પાંચ જેટલા વાહન અકસ્માત થયા છે. તેમ છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. હવે આ મામલે તંત્ર શું કામગીરી કરે છે તે જોવું રહ્યું.

Advertisement

અવર-જવર ખુબ સાવચેતી પૂર્વક કરવી પડી રહી છે
વડોદરાના પ્રતાપનગરમાં તંત્રની એક તરફી કામગીરીને પગલે લોકોમાં રોષની લગણી જોવા મળી રહી છે. અહીંયા શરાફી હોલથી કબ્રસ્તાન તરફ જવાના રસ્તે ડિવાઇડર નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એક તો પહેલાથી જ રોડ નાના છે, અને હવે તેની વચ્ચે ખોદકામ કરી દેતા અવર-જવર ખુબ સાવચેતી પૂર્વક કરવી પડી રહી છે. સ્થાનિકનું સ્પષ્ટ પણે માનવું છે કે, આ કામની કોઇ જ જરૂરત નથી.

સ્થાનિકે મીડિયાને જણાવ્યું કે, આ રોડ નાનો છે, અહિંયા ડિવાઇડરની કોઇ જરૂરત નથી. ડિવાઇડરનું ખોદકામ કરવાના કારણે અત્યાર સુધીમાં 5 જેટલા અકસ્માત થઇ ચુક્યા છે. આગળ વધુ અકસ્માત થાય તો, શું જાનહાની થાય ત્યારે આ કામ બંધ કરવામાં આવશે. સ્થાનિક કોર્પોરેટર બાળુ સુર્વેએ મીડિયાને જણાવ્યું કે, શરાફી હોલથી પ્રતાપનગર તરફ જવાના રસ્તે ડિવાઇડર બનાવવામાં આવી રહ્યા છે. ડિવાઇડર બનાવે તેનો કોઇ વાંધો નથી. પણ સામેની તરફ કબ્રસ્તાન આવેલું છે. તેમાં કોઇ મૈયત જાય ત્યારે સેંકડોની સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે તેને એન્ટ્રી આપવા માટેની વ્યવસ્થા હોવી જોઇએ.

Advertisement

સમગ્ર મામલે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે, આ બનાવવાનું ખાસ કારણ છે કે, અહિંયા લારી-ગેરેજ ચલાવીને લોકો પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેઓને હટાવવા માટેનો આ પ્રયત્ન જણાય છે.

Advertisement

Trending

Exit mobile version