વડોદરામાં તેમણે સરકારમાં જુદી જુદી જગ્યાએ કામો કરેલા છે, તેમના અનુભવ આપણને સારી રીતે કામ લાગી શકે તેમ છે – પાલિકા એન્જિનિયર
- વડોદરાના પ્રાણપ્રશ્નો નિષ્ણાંતો ઉકેલશે.
- પાણી-ડ્રેનેજના ભવિષ્યલક્ષી આયોજન માટે આઇઆઇટીની ટીમો આવી.
- બેઠક બાદ સ્થળ મુલાકાત લઇને સ્થિતી જાણશે.
વડોદરા માં નવા પાલિકા કમિશનર અરૂણ મહેશ બાબુ એ ચાર્જ સંભાળ્યા બાદ પાણી અને ડ્રેનેજના પ્રશ્નો તેમના સમક્ષ પહોંચતા હતા. આ પ્રશ્નો ઉકેલવા માટે તેમણે આઇઆઇટીના નિષ્ણાંતોની ટીમ બોલાવવાનું વચન આપ્યું હતું. તે આજે પૂર્ણ થયું છે. આજે આઇઆઇટી રૂરકીના નિષ્ણાં તો વડોદરાની મુલાકાતે આવ્યા છે. અને પાલિકાના એન્જિનિયરો જોડે બેઠકમાં તેમણે સમગ્ર માહિતી મેળવી છે. આ ટીમે વિવિધ સ્થળની મુલાકાતે જશે.
આઇઆઇટી રૂરકીની ટીમનું નેતૃત્વ કરતા પ્રોફેસરે અરૂણ કુમારે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, પાલિકાનું ડ્રેનેજ, વોટર સપ્લાય અને ભવિષ્યનું જે પ્રપોઝલ છે. આજે કયા કયા કામો થઇ રહ્યા છે, તેને લઇને ચર્ચા કરવામાં આવી છે. શું સમસ્યા આવી રહી છે, તે જાણવા બેઠક મળી છે.
અમે સ્થળ વિઝિટ કરવા માટે પણ જવાના છીએ. પ્રક્રિયા સમજ્યા બાદમાં નક્કી કરાશે, પ્રપોઝલ બનાવ્યા બાદ કામગીરી ચાલી રહી છે, તેનું એકત્રીકરણ કરવું, સંકલન કરવું, એક કામ છે, સાથે જ આધુનિક રીતે, પર્યાવરણીય પરિબળોને ધ્યાને રાખીને, એક રિપોર્ટ બનાવાશે. જેથી અસરકારક રીતે તેનું કામ થઇ શકે.
વડોદરા પાલિકાના સિટી એન્જિનયર ધાર્મિક દવેએ મીડિયાને જણાવ્યું કે, આજે આઇઆઇટી રૂરકીથી પ્રોફેસરોની ટીમ આવી છે. તેમની સાથે એક બેઠકનું આયોજન કરાયું છે. જેમાં વોટર સપ્લાય સિસ્ટમ, ડ્રેનેજ સિસ્ટમ અને વિશ્વામિત્રીની બાબતો પર ઓવરઓલ માહિતી આપનાર છીએ. બાદમાં તેમને જુદી જુદી સાઇટો પર વિઝીટ માટે લઇ જવાશે, તેમને ડેટા આપ્યા પછી, તેમના ઓપિનિયન લેવામાં આવે, અને શહેર માટે સારૂ કામ કરી શકીએ. મ્યુનિસિપલ કમિશનર સાહેબના વિશેષ આમંત્રણનું માન રાખીને ટીમો આજે આવી છે. આ ટીમને આજવા, ડબલ્યુટીપી, એસટીપી , વિશ્વામિત્રી નદી, સુર્યા નદી અને જુદા જુદા પોઇન્ટ પર તેમને વિઝીટ કરાવવામાં આવશે.
આઇઆઇટી રૂરકીની ટીમમાં સિનિયર પ્રોફેસર્સ આવ્યા છે. તેમણે સરકારમાં જુદી જુદી જગ્યાએ કામો કરેલા છે, તેમના અનુભવ આપણને સારી રીતે કામ લાગી શકે તેમ છે.