Vadodara

મુખ્યમંત્રીશ્રી આટલી તપાસ કરે તો, માનવસર્જિત પૂરના અસલી ગુન્હેગાર સામે આવશે

Published

on

વડોદરા શહેરમાં સર્જાયેલી પૂરની સ્થિતિ કોઈ કુદરતી આફત નહીં પણ સત્તાધીશોએ કરેલા ભ્રષ્ટાચારનું પરિણામ હોવાનું ફલિત થઈ રહ્યું છે. અનેક પરિવારો ચાર દિવસ સુધી પાણીમાં ફસાઈ રહ્યા અને કરોડો રૂપિયાની ઘરવખરીનું નુકશાન વેઠયું, આ તમામ તારાજી પાછળ અન્ડર ટેબલ લેવામાં આવતા નિર્ણયો જવાબદાર છે જેઓએ નદી કિનારે ભારોભાર ભ્રષ્ટાચાર કરીને પ્રતિબંધિત વિસ્તારોમાં બાંધકામની પરવાનગી આપી દીધી.

Advertisement

શહેરના વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીને ઉંડી કરવા અને રીડેવલોપમેન્ટ માટે કરોડોના ખર્ચની જાહેરાત કરવામાં આવી છે આ ખર્ચ કરતા પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આટલી બાબતોની તપાસ કરવી જોઈએ. જો આ તમામ બાબતોમાં ગેરરીતિઓ સામે આવે તો સરકારે ફક્ત આ ગેરરીતિ દૂર કરીને કાર્યવાહી કરવામાં આવશે તો પણ વડોદરામાં ફરી ક્યારેય પુર નહીં આવે!

પ્રતિબંધિત વિસ્તારમાં આવેલી જમીનોના ઝોન કેવી રીતે બદલાયા?
વડોદરા શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે અડીને અનેક બાંધકામો થયા છે જે બંધકમોમાં મોટા ભાગના બંધકમોમાં પ્રતિબંધિત વિસ્તારની જમીનોના ઝોનફેર કરવામાં આવ્યા છે. આ ઝોનફેરની સત્તા રાજ્ય સરકારના અર્બન ડેવલોપમેન્ટ વિભાગ પાસે છે . 2012માં રાજ્ય સરકારે અર્બન વિસ્તાર માટે ખાસ ડેવલપમેન્ટ પ્લાન જાહેર કર્યો હતો. જેમાં અનેક જમીનને બાંધકામ માટે પ્રતિબંધિત કરવામાં આવી હતી. આ જમીનો પર બિલ્ડરો અને નેતાઓની મિલીભગતથી પાછલા બારણે બાંધકામો કરી દેવામાં આવ્યા છે. 2012ના ડેવલોપમેન્ટ પ્લાન સિવાય એકકલ દોક્કલ આપવામાં આવેલી હેતુફેરની પરવાનગીઓ તપાસવામાં આવે તો પૂરનું સાચું કારણ સામે આવે તેમ છે.

Advertisement

પ્રતિબંધિત વિસ્તારમાં બાંધકામની પરવાનગી માટે હેતુફેર કરવો હોય તો ગુજરાત સરકારના અર્બન ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા જાહેરનોટીસ પ્રસિદ્ધ કરવાની રહે છે. જે જાહેરનોટીસ બાદ વાંધાઅરજીઓ મંગાવવાની હોય છે. અને ત્યાર બાદ નક્કી થયેલો સુધારો ગેઝેટમાં પ્રસિદ્ધ કરીને તેનો હેતુફેર થઈ શકે છે. તેમ છતાંય ગેઝેટ પ્રસિદ્ધિ વિના કોઈ નેતાનો ઝબ્બો પકડીને ગાંધીનગર પહોંચેલા બિલ્ડરો અને નેતાઓએ અનેક જમીનોને હેતુફેર કરીને રીતસરના વિશ્વામિત્રી નદી અને કોતરોમાં દબાણો ઉભા કર્યા છે. જેમાં કેટલાક નેતાઓએ પણ આલીશાન મહેલો વિશ્વામિત્રી કિનારા પર બનાવી દીધા છે.

Advertisement

પાલિકાએ ઝોન બદલાયા વિનાની કેટલી જમીનો પર બાંધકામ મંજૂરી આપી?
આ પૂરના ગુન્હેગાર ફક્ત નેતાઓ કે બિલ્ડરો નથી, પાલિકાના કેટલાક અધિકારીઓ પણ આના જવાબદાર છે પ્રતિબંધિત વિસ્તારમાં જ્યા સુધી ઝોન બદલાય નહિ ત્યાં સુધી બાંધકામ પરવાનગી આપવી જોઈએ નહિ તેવો નિયમ હોવા છતાંય અનેક જમીનોમાં ઝોન બદલ્યા વિના જ બાંધકામની મંજૂરી આપી દેવામાં આવી છે.આવા વિશ્વામિત્રી કાંઠાના બાંધકામોએ નદીની આસપાસના કોટર વિસ્તારોમાં પુરાણ કરી દીધું છે અને તેના કારણે નદીની પહોળાઈ પર તેની અસર થઈ છે.

વડોદરામાં અર્બન ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા ડીપીમાં કેટલા નોટિફિકેશન બહાર પાડયા અને તે નોટિફિકેશન પ્રમાણે જ બાંધકામો થયા છે કે કેમ? તેની તપાસ થાય તો માનવ સર્જિત આફતના અસલી વિલન સામે આવશે. કોણે,ક્યારે, કોના કહેવાથી અને કેટલો ભ્રષ્ટાચાર કર્યો તેનો પણ રિપોર્ટ મળી જશે.

Advertisement

Trending

Exit mobile version