વડોદરા પોણા બાર વાગ્યે ભારદારી વાહને બેફામ-જોરથી તક્તી જોડે અકસ્માત સર્જ્યો હતો. આખી તક્તી નામશેષ કરી નાંખી છે – કલ્પેશ નાયક.
- કારેલીબાગમાં ઝડપખોરો બેલગામ બન્યા.
- વોર્ડ ઓફીસ અને ચેરમેનને જાણ કરી.
- તક્તી નામશેષ થઇ જતા સ્વતંત્ર સેનાનીના પુત્રએ ફરિયાદ નોંધાવી.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી જીવન ભારતી સ્કુલ, ચાર રસ્તા પાસે મુકવામાં આવેલી મહાનુભવની તક્તી રફ્તારના કહેરનો ભોગ બની છે. આજે સવારે આ ઘટના સામે આવી છે. ઘટનાને પગલે કારેલીબાગમાં ઝડપખોરો બેફામ બન્યા હોવાનું વધુ એક વખત સપાટી પર આવ્યું છે. આ ઘટના નજીક કોઇ જગ્યાએ અકસ્માતના નિશાન જોવા મળતા નથી. જે સારી વાત છે. હવે આ મામલે પોલીસની તપાસમાં શું સામે આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી જીવન ભારતી સ્કુલ, ચાર રસ્તા પાસે સ્વતંત્ર સેનાનીની તક્તી મારવામાં આવી હતી. સ્વતંત્ર સેનાની છગનલાલ ગોપાળજી નાયકની આ તક્તી હતી. ગતરાત્રે પોણા બાર વાગ્યાના આરસામાં પોલીસ ફરિયાદ આપવામાં આવી છે. અજાણ્યા વાહન દ્વારા પુરઝડપે આવીને, ભટકાઇને સ્વતંત્ર સેનાનીની તક્તી જોડે અકસ્માત સર્જ્યો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે, તક્તી તુટી પડી હતી. અને તેના ઉપરના ભાગનો તો ભુક્કો બોલી ગયો હતો. કલ્પેશ નાયક નામના જાગૃત નાગરિક દ્વારા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે.
કલ્પેશ નાયકના ગણેશ મંડળની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓ જઇ રહ્યા હતા. કલ્પેશ નાયરે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મારા પિતાજીના નામની આ તક્તી છે, પાલિકા દ્વારા તેમના સન્માનના ભાગરૂપે આ તક્તી મુકવામાં આવી છે. ગઇ કાલે રાત્રે હું પસાર થતો હતો, ત્યારે આ તક્લી બરાબર હાલતમાં હતી.
રાત્રે પોણા બાર વાગ્યે ભારદારી વાહને બેફામ બનીને જોરથી તક્તી જોડે અકસ્માત સર્જ્યો હતો. આખી તક્તી નામશેષ કરી નાંખી છે. અમે કારેલીબાગ પોલીસ મથકમાં તુરંત જાણ કરી હતી. પોલીસે તપાસ કરશે, અમે વોર્ડ ઓફીસ અને ચેરમેનને જાણ કરી છે. તેમણે તક્તી અંગે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.