Vadodara

છડેચોક કાયદાનો ભંગ કરનાર “જાડેજાને” હવે પોલીસ કેવી રીતે દંડ કરશે?

Published

on

  • રાત્રીના 10 વાગ્યે શહેરના એરપોર્ટ સર્કલ થી વુડા સર્કલ તરફ જાડેજા નેમ પ્લેટ ધરાવતી કાર જાગૃત નાગરિકે કેમેરામાં કંડારી
  • ટ્રાફિક ડ્રાઈવમાં મોટા ભાગે મધ્યમવર્ગીય દંડાય છે,માલેતુજાર છટકી જાય છે

વડોદરા શહેરમાં તાજેતરમાં શહેર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોમે દંડ ફટકારવામાં આવી રહ્યો છે. CCTV જ્યાં હશે ત્યાં ઇ મેમો મારફતે દંડ કરવામાં આવી રહ્યો છે. બાકી શહેરભરમાં 27 જેટલા ચેકપોઇન્ટ પર વાહન ચેકીંગ કરીને રોંગ સાઈડ જતા વાહનોને દંડ કરવામાં આવી રહ્યો છે.

પ્રથમ દિવસે શહેરના વિવિધ પોઇન્ટ પર રોંગ સાઈડ પર વાહન હંકારનાર 1018 જેટલા વાહન ચાલકોને દંડ કરવામા આવ્યો છે. જ્યારે 794 જેટલા ઈ ચલણ જનરેટ કરવામાં આવ્યા છે. પોલીસની આ ત્વરિત અને પ્રસંશનીય કમગીરીથી ટ્રાફિકના નિયમોનું પાલન સામાન્ય જનતા કરશે તે વાતમાં કોઈ બેમત નથી.

જોકે સામાન્ય જનતા દંડાય અને માલેતુજારો છૂટી જાય એ કેટલા અંશે યોગ્ય છે?, પોલીસની ટ્રાફિક નિયમનની ડ્યુટી પુરી થાય એટલે શહેરમાં વીઆઇપી કલચર ધરાવતા માલેતુજારો રાજમાર્ગ પર નીકળે છે. અને છડેચોક કાયદાનું ઉલ્લંઘન કરે છે. જે સમયે પોલીસ તંત્ર હાજર નથી હોતું તે સમયે માલેતુજારો રાજમાર્ગો પર રાજ કરે છે.

Advertisement

આજે ટ્રાફિક ડ્રાઈવમાં પ્રથમ દિવસે શહેરના એરપોર્ટ સર્કલથી અમિત નગર બ્રિજ થઈને એલ.એન્ડ.ટી સર્કલ તરફ જતી એક માલેતુજારની કાર શહેરના એક જાગૃત નાગરિકે સ્પોટ કરી, રાત્રીના 10 કલાકના આસપાસના સમયમાં આ કાર અમિત નગર ઓવરબ્રિજ પરથી પસાર થતી હતી. કારની રજીસ્ટ્રેશન પ્લેટ પર કોઈ રજીસ્ટ્રેશન નંબર નહીં,પણ કારના માલિકની સરનેમ લખેલી હતી. અને બિન્દાસ્ત સરનેમ સાથે આ કાર શહેરના રાજમાર્ગ પર સરપટ દોડતી હતી. પોલીસની ગેરહાજરીનો સમય હતો જેથી ટ્રાફિક સિગ્નલ ખાલી હતા. પણ પોલીસ વિભાગના CCTV કેમેરા સતત કાર્યરત હોય છે. જોકે નંબરપ્લેટ પર પોતાની સરનેમ લખીને ફરતા આ “સાહેબ” ને પોલીસ કેવી રીતે શોધશે અને દંડ કરશે તે જોવું રહ્યું!

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version