Vadodara

ઘરકંકાસનો અંત હિંસામાં: જમાઈએ સસરા-સાળાને પથ્થર માર્યા, સાસરિયાંએ જમાઈનું માથું ફોડ્યું; વડોદરાની ઘટના

Published

on

  • ઘરકંકાસ શેરીએ આવ્યો: હુજરત ટેકરા SRP પોઈન્ટ પાછળ રહેતા દંપતી વચ્ચે ઘરકામ મુદ્દે થયેલી બોલાચાલીએ ધારણ કર્યું હિંસક સ્વરૂપ.
  • જમાઈનો આક્રોશ: પત્નીની ફરિયાદ પર આવેલા સસરા, સાળા અને કાકા સસરા પર પતિ સમદમીય શેખનો પથ્થરમારો; સસરા અને સાળાને આંખ-ગાલ પર ઈજા.
  • વળતો પ્રહાર: પતિનો સાસરિયાં સામે આક્ષેપ – “ગાળો બોલી માથામાં લાકડાનો ફટકો મારી દીધો.”
  • સામસામે ફરિયાદો: સીટી પોલીસ સ્ટેશનમાં પત્ની અને પતિ બંનેએ એકબીજાના પક્ષ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ; પોલીસ તપાસ શરૂ.

વડોદરા: શહેરના સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા હુજરત ટેકરા SRP પોઈન્ટની પાછળ રહેતા એક પરિવારમાં ઘરકંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં સાસરિયાં પક્ષની એન્ટ્રી થતા મામલો લોહિયાળ બન્યો હતો, જેમાં બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

🧐પત્નીની ફરિયાદ અને પથ્થરમારો:

મામલાની વિગત અનુસાર, તમન્નાબેન સમદમીય શેખે સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ કાર એસેસરીઝના ગેરેજમાં કામ કરે છે અને છેલ્લા કેટલાક સમયથી તેમની સાથે ઝઘડો કરી હેરાન કરે છે. ગઈકાલે રાત્રે કંટાળીને તમન્નાબેને તેના પિતા જહીર અબ્બાસભાઈ શેખને ફોન કરીને જાણ કરી હતી.

​પુત્રીનો ફોન આવતા પિતા, નાનો ભાઈ અને કાકા તમન્નાબેનના ઘરે આવ્યા હતા અને જમાઈને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પતિ સમદમીય એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને હાથમાં પથ્થર લઈને છુટા મારવા લાગ્યો હતો. આ પથ્થરમારામાં તમન્નાબેનના પિતાને આંખ અને ગાલ પર તેમજ નાના ભાઈને ડાબી આંખ પર ઈજાઓ પહોંચી હતી. બૂમાબૂમ થતા લોકો ભેગા થઈ ગયા હતા અને પતિ ત્યાંથી ભાગી ગયો હતો.

⚠️પતિની વળતી ફરિયાદ અને લાકડાના ફટકા:

બીજી તરફ, પતિ સમદમીય નસીરમીયા શેખે પણ સાસરિયાં પક્ષ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, ગઈકાલે સવારે પત્ની સાથે ઘરકામ બાબતે બોલાચાલી થઈ હતી. જે અંગે પત્નીએ તેના પિતાને જાણ કરતા રાત્રે સસરા, કાકા સસરા અને સાળો ત્રણેય ઘરે આવ્યા હતા. આ ત્રણેય જણાએ આવીને સમદમીયને ગાળો બોલી હતી અને માથામાં લાકડાનો ફટકો મારી દીધો હતો.

👉પારિવારિક ઝઘડા જ્યારે હિંસક બને છે ત્યારે માત્ર સબંધો જ નહીં, પણ કાયદાકીય મુશ્કેલીઓ પણ વધે છે. સીટી પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Trending

Exit mobile version