Vadodara

આજવા સરોવરના અર્થન ડેમનો ઇતિહાસિક જિઓફિઝિકલ સર્વે : પાંચ સ્થળે પીઝો મીટર સ્થાપિત થશે

Published

on

નવલાવાલા કમિટીના અહેવાલના આધારે આજવા સરોવરનો જીઓફિઝિકલ સર્વે કરાયો.135 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનો સર્વે કરાયો.

  • વડોદરા મહાનગરપાલિકાએ રૂા. દોઢ કરોડના ખર્ચે ચાર કિમી લાંબા અર્થન ડેમનો સર્વે હાથ ધર્યો.
  • ઈલેક્ટ્રોનિક વેવ્ઝની ટેકનોલોજીથી માટીમાં સીપેજ કે લીકેજ છે કે નહીં તે તપાસાયું.
  • પાણીના દબાણ અને સ્તરની માપણી માટે પાંચ જગ્યાએ પીઝોમીટર લગાવવાની ભલામણ.

વડોદરામાં આજવા સરોવરના અર્થન ડેમની મજબૂતી અંગે મોટી માહિતી બહાર આવી છે. રાજ્ય સરકારે નિયુક્ત કરેલી નવલાવાલા કમિટીના અહેવાલના આધારે વડોદરા મહાનગરપાલિકાએ રૂા. દોઢ કરોડના ખર્ચે સરોવરનો પ્રથમ વખત જીઓફિઝિકલ સર્વે કરાવ્યો હતો. ચાર કિલોમીટર લાંબા અર્થન ડેમના સર્વેમાં 135 વર્ષ બાદ પણ ડેમ મજબૂત હાલતમાં હોવાનું સામે આવ્યું છે.

કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ધાર્મિક દવે અને જૈમિન ભાવસારે જણાવ્યું હતું કે આ સર્વે ઈલેક્ટ્રોનિક વેવ્ઝની મદદથી કરવામાં આવ્યો હતો, જેના દ્વારા માટીના પાળામાં સીપેજ કે લીકેજ જેવી સ્થિતિની ચોક્કસ જાણકારી મળી શકે છે. સર્વે રિપોર્ટ તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરને રજૂ થયો છે.

અધિકારીઓએ જણાવ્યું કે ડેમના અંદરના ભાગમાંથી જે પાણી અપલીફટ થઈ બહાર આવે છે તેને નિયંત્રિત કરવા આજવા સરોવરમાં પહેલાથી જ 198 રિલીફ વેલ્સ બનાવવામાં આવી છે. હવે, પાણીનું સ્તર અને દબાણ માપવા માટે પાંચ મહત્વના સ્થળો પર પીઝોમીટર લગાવવાનું સૂચન કરવામાં આવ્યું છે.

નવલાવાલા સમિતિએ સરોવર વધુ ઊંડું કરવા અને પાળાની મજબૂતી વધારવા માટે પણ ભલામણ કરી હતી, જેના આધારે આગામી તબક્કામાં વધુ તકનીકી પગલાં લેવામાં આવશે.

Trending

Exit mobile version