Vadodara

“છાણીથી બાજવા રોડ પર જીપ્સમના ડમ્પિંગથી સામાન્ય જનતાને આંખો અને શ્વાસ સંબંધિત સમસ્યાઓનો સામનો”

Published

on

છાણીથી બાજવા રોડ પર જીપ્સમના મોટા પ્રમાણમાં ઢોળાતા ધૂળના કણ હવામાં ઉડતા લોકોના આરોગ્ય પર નકારાત્મક અસર પડે છે.

  • મહિલાઓ અને બાળકો સહિત ચાલનાર લોકોને જીપ્સમના ધૂળથી આંખોમાં બળતરા અને ચકચાર, ખંજવાળ અને લાલાશ જેવી તકલીફો થાય છે.
  • જીપ્સમના સૂકા ધૂળના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી, કફ અને છાતીમાં કસવાટ જેવા લક્ષણો વધી રહ્યા છે.
  • જીપ્સમ ઉદ્યોગ GSFC દ્વારા ઉત્પાદિત અને પારિતોષિક મેળવતી ટ્રાન્સપોર્ટ સેવા હોવાથી વધારો થયો છે.

વડોદરા શહેરના છાણીથી બાજવા રોડ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી જીપ્સમના ઢોળાણથી સ્થાનિકોમાં સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો વધી રહી છે. લોકોની આંખોમાં બળતરા, ખાંસી અને શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

માહિતી મુજબ, GSFC કંપની દ્વારા જીપ્સમનું ઉત્પાદન કરવામાં આવે છે. ખેડૂતો પોતાના ખેતરમાં જમીનમાંથી ખારાશ દૂર કરવા માટે આમતેજ આ ખાતરનો ઉપયોગ કરે છે, તેમજ ઈન્ટિરિયર ડિઝાઈન ક્ષેત્રે પણ તેનો ઉપયોગ વધ્યો છે. પરંતુ, બાજવા રોડ પરથી ટ્રકમાં ભરીને લઈ જવામાં આવતું જીપ્સમ કેટલાંક સમયે રોડ પર ઢોળાઈ જતું હોવાથી ધૂળ અને રસાયણિક અંશો હવામાં ફેલાઈને લોકોના આરોગ્યને અસર કરી રહ્યાં છે.

લોકોનો આક્ષેપ છે કે કેટલાક ટ્રક ચાલકો ઈચ્છાપૂર્વક જ વેસ્ટ જીપ્સમ રોડ પર નાંખી દે છે, જેના કારણે હવા પ્રદૂષણ વધે છે. આ ઉપરાંત લીક્વીડ જીપ્સમ પણ રોડ પર ઢોળાતા હાલાકી સર્જાય છે.સ્થાનિક રહીશોનો આક્રોશ ઉગ્ર બની ગયો છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તંત્ર આ બાબતે જલદી પગલાં નહીં લે, તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે. રહીશોએ યાદ અપાવ્યું કે ત્રણ દાયકાં પહેલાં પણ આવી જ સમસ્યા સામે આંદોલન કરવું પડ્યું હતું, પરંતુ હાલ પરિસ્થિતિ ફરી વકરી રહી છે.

રહીશો તાત્કાલિક સ્વચ્છતા અને કાયદેસરની કાર્યવાહી માટે તંત્રને માંગ કરી છે જેથી લોકોનું આરોગ્ય સુરક્ષિત રહે.

Trending

Exit mobile version