Vadodara

સસરાએ આપેલી બુલેટ પર જઇને ગેંગ રેપ આચર્યુ, ક્રાઇમ બ્રાન્ચના 65 કર્મીઓના ટીમવર્કએ સફળતા અપાવી

Published

on

  • ક્રાઇમ બ્રાન્ચના 2 પીઆઇ, 8 પીએસઆઇ અને 55 કર્મીઓ મળીને કુલ 65 પોલીસ અધિકારી તસાપમાં જોડાયા

નવરાત્રીના બીજા નોરતે વડોદરા ગ્રામ્ય અંતર્ગત આવતા તાલુકા પોલીસ મથકમાં સગીરા પર ગેંગ રેપ મામલે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાના 48 કલાકમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને દબોચી લીધા છે. જેના અનુસંધાને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ વડોદરા શહેર પોલીસ કમિશનર, રેન્જ આઇજી, તથા જિલ્લા પોલીસ વડાની હાજરીમાં પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે.

ફરિયાદ અનુસાર, 4 ઓક્ટોબરના રોજ વડોદરાના ભાયલી કેનાલ રોડ પર આવેલી ખુલ્લી જગ્યામાં સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. દરમિયાન ત્યાં બે બાઇક પર પાંચ લોકો આવ્યા હતા. અને તેમની જોડે માથાકુટ ચાલુ કરી હતી. ઘટના બાદ અન્ય બાઇક સવારે જવા દે કહીને ત્યાંથી જતો રહ્યો હતો. દરમિયાન રાત્રે પોણા બાર વાગ્યાના આરસામાં ત્રણ પૈકી એક આરોપીએ સગીરાના મિત્રને પકડી રાખીને તેણીની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો હતો. બાદમાં સામુહિક ગેંગ રેપ નું જઘન્ય કૃત્ય આચરવામાં આવ્યું હતું. બાદમાં આ અંગે કોઇને જાણ કરી તે જાનથી મારી નાંખવાની ધમકી આપીને આરોપીઓ સગીરાનો મોબાઇલ લઇને ફરાર થઇ ગયા હતા.

મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાઇ હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તબક્કાવાર રીતે સીસીટીવી ફૂટેજીસ, ટેક્નિકલ સોર્સ, અને હ્યુમન સોર્સના આધારિત તપાસ શરૂ કરી હતી. સાથે જ આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા અગાઉ પકડાયેલા આરોપીઓની ખાનગી રાહે તપાસ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ આરોપીઓને 48 કલાકમાં ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગુનામાં સંડોવાયેલા પૈકી એક મુન્ના બંજારા (રહે. તાંદલજા, એકતાનગર) ને વહેલી સવારના અંધારામાં તેના ઘરેથી દબોચી લેવામાં આવ્યો છે. આરોપીએ નાસી છુટવાના કરેલા પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.

Advertisement

મુન્ના બંજારાની પ્રાથમિક પુછપરછમાં તેની જોડે આફતાબ બંનજારા અને શાહરૂખ બનજારા (રહે. તાંદલજા, વડોદરા) હોવાનું તેણે કબુલ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે બંનેને અલગ અલગ જગ્યાએથી શોધી કાઢીને કચેરીએ લાવી હતી. ત્રણેયની સઘન પુછપરછમાં તમામે હકીકત જણાવી દીધી હતી. ત્રણેય આરોપીઓ મુળ ઉત્તરપ્રદેશના છે અને એક જ જ્ઞાતિના છે. ત્રણેય ભેગા મળીને ભાયલીના નિર્જન વિસ્તારમાં મિત્ર સાથે બેઠેલ સગીરા જોડે ગેંગ રેપ આચરીને મોબાઇલ ફોન ઝૂંટવીને નાસી ગયા હોવાનું જણાવ્યું હતું. તમામ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ માટે વડોદરા તાલુકા પોલીસ મથકને વધુ તપાસ માટે સોંપવામાં આવનાર છે.

1 – મુન્ના અબ્બાસ વણઝારા (ઉં. 27) (રહે. એકતાનગર, કિસ્મત ચોકડી પાસે, કાળી તલાવડી, તાંદલજા) (મૂળ રહે. મહુવા, પાકડ, તા. ગૌરી, જિ. ગૌંડા, ઉત્તરપ્રદેશ) 10 વર્ષ પહેલા કામધંધા અર્થે વડોદરા આવ્યો હતો. તે પીઓપીનું કામ કરે છે. અને તેની સગર્ભા પત્ની જોડે તાંદલજામાં રહે છે. તેણે ગુનો કરવા માટે સસરાએ ભેંટ આપેલી બુલેટ બાઇકનો ઉપયોગ કર્યો છે. તે અન્ય આરોપી મુમતાજ ઉર્ફે આફતાબ સુબેદાર બનજારાના ભાઇનો બનેવી થાય છે.

2 – મુમજાત ઉર્ફે આફતાબ સુબેદાર બનજારા (ઉં. 36) (રહે. એકતાનગર, કિસ્મત ચોકડી પાસે, કાળી તલાવડી, તાંદલજા) (મૂળ રહે. રામબાગ, બડાગાંવ, આલાપુર, આંબેડકર નગરસ ઉત્તરપ્રદેશ) ધો. 7 ભણેલો છે. તે 14 વર્ષ પહેલા ઉત્તરપ્રદેશથી અહિંયા કામ કરવા માટે આવ્યો હતો. તે તાંદલજામાં ભાડાનવા મકાનમાં પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે રહે છે. તેનું સૌથી મોટું બાળક સાડા ચાર વર્ષનું છે. આરોપી વડોદરામાં પીઓપીનું કામ કરે છે. તે મુન્ના બનજારાના ભાઇનો સાળો થતો હોવાથી એકબીજાના સંબંધિ થાય છે. આરોપી એક્ટીવા મુકીને અન્ય આરોપીની બુલેટ પર બેસીને ગુનાને અંજામ આપવા પહોંચ્યો હતો.

Advertisement

3 – શાહરૂખ કિસ્મતઅલી બનજારા (ઉં. 26) (રહે. અક્સા હાઇટ, તાંદલજા) (મુળ રહે. લોરપુર, શહેજાદપુર, અકબરપુર, ઉત્તરપ્રદેશ) 14 વર્ષ પહેલા વડોદરા આવ્યો હતો. તે પોતાની પત્ની અને બે બાળકો સાથખે તાંદલજામાં રહે છે. અને પીઓપી-કલકરામ મજુરી કરે છે.

પકડાયેલા પૈકી મુમજાત ઉર્ફે આફતાબ સુબેદાર બનજારા સામે પત્નીને દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપવા અંગે જે પી રોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જઘન્ય અપરાધની તપાસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એસીપીના સુપરવિઝનમાં 2 પીઆઇ, 8 પીએસઆઇ અને 55 કર્મીઓ મળીને કુલ 65 પોલીસ અધિકારી તથા કર્મચારીઓએ એકબીજાના સંકલનમાં રહીને બે શિફ્ટમાં ગંભીર ગુનાને ઉકેલવા માટે પ્રયત્નો કર્યા હતા. ઘટના સ્થળથી 45 કિમી સુધીના રૂટ પરના 1,100 જેટલા સીસીટીવી ફૂટેજીસની ચકાસણી કરી હતી. સાથે જ બનાવના સ્થળે સતકત તપાસ ચાલુ રાખી હતી. રાત્રીના અંધારામાં પકડી પાડેલો આરોપીના ભાગી જવાના પ્રયત્નો સફળ થાય તે માટે ક્રાઇમ બ્રાન્ચે કોઇ મોકો છોડ્યો ન્હતો.

Advertisement

Trending

Exit mobile version