- આરોપી વડોદરામાં હોવા અંગેની બાતમીને પગલે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેની શોધખોળ કરવામાં આવી હતી. જેમાં સફળતા મળી
વડોદરા એલસીબી એબ્સ્કોન્ડર ઝોન – 2 ને મોટી સફળતા મળી છે. જર્મનીથી ઓપરેટ થતી ફૌજી ગેંગના ભાગેડુ આરોપીને ઇનઓર્બિટ મોલમાંથી દબોચી લેવામાં આવ્યો છે. આરોપી સામે ડેરાબાબા નાનક પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ તથા અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તે પોતાની ધરપકડ ટાળવા માટે તે નાસતો ફરતો હતો.
વડોદરામાં નાસતા ભાગતા આરોપીઓને દબોચવા માટે એલસીબીના એબ્સ્કોન્ડર સ્કવોર્ડના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમીરાહે માહિતી મળી કે, ડેરાબાબા નાનક પોલીસ સ્ટેશન, બાટલા, પંજાબમાં આર્મ્સ એક્ટ તથા અન્ય કલમો હેઠળ સુનિલ ઉર્ફે લભ્ભા બાજ મસીહ (રહે. શાહપુર, જાજન, ડેરાબાબા, ગુરદાસપૂર) સામે ગુનો નોંધાયો હતો. તે પોતાની ધરપકડ ટાળવા માટે નાસતો-ફરતો હતો. તે વડોદરામાં હોવા અંગેની બાતમીને પગલે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેની શોધખોળ કરવામાં આવી હતી.
આરોપી ઇનઓર્બિટ મોલમાં હાજર હોવાનું પુષ્ટિ થતા ટીમ સ્થળ પર પહોંચી હતી. અને ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી. જેમાં સિક્યોરીટી જવાનના ડ્રેસમાં સજ્જ સુનિલ ઉર્ફે લભ્ભા બાજ મસીહ (રહે. શાહપુર, જાજન, ડેરાબાબા, ગુરદાસપૂર) મળી આવ્યો હતો. તે શોપર્સ સ્ટોપ નામની દુકાન આગળ ઉભો હતો. તેને કોર્ડન કરીને તેને દબોચી લેવામાં આવ્યો હતો.