Vadodara

ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના બહાને મહિલા પાસેથી ઠગોએ રૂપિયા 31.61 લાખ પડાવ્યા

Published

on

  • હોટલ અને ગૂગલ મેપ ઉપર 5 સ્ટાર રેટીંગ પૂરા કરવાના ટાસ્ક પૂરા કરશો તો વળતર મળશે તેવી લાલચ આપી
  • ગોત્રી રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા મહિલાએ ઠગાઈની ફરિયાદ નોંધાવી

વડોદરામાં ગોત્રી રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા મહિલા પાર્ટનરશિપમાં બિઝનેસ કરે છે. દરમિયાન તેઓને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મેસેજ કરીને વર્કશોપ હોમ કરવાનું કહ્યું ભેજાબાજોએ ઓનલાઇન હોટલ અને ગૂગલ મેપ ઉપર 5 સ્ટાર રેટીંગ પૂરા કરવાના ટાસ્ક આપ્યા હતાં અને વિવિધ બેંક ખાતામાં રૂપિયા 31.61 લાખ ટ્રાન્સફર કર્યા હતા.જેમાંથી માત્ર 20 હજાર પરત કર્યા હતા. જેથી મહિલાએ રૂપિયા પરત નહીં મળતા ઠગાઈની ફરિયાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના ગોત્રી રોડ પર આવેલી કાર્તિક નગર સોસાયટીમાં રહેતા દિપ્તી રામકુમાર ચૌધરીએ ફરિયાદ નોંધાવી છે કે હું એન.જે.ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ પ્રા.લી. માં પાર્ટનરશીપમાં બિઝનેશ કરૂ છુ.ગત 25 મેના રોજ અમે ઇન્સ્ટાગ્રામ ઉપર એક વર્ક ફ્રોમ હોમની એડ આવી હતી. જેના ઉપર અમે ક્લિક કરતા અમારૂ નામ, મોબાઇલ નંબર, ઉંમર, પ્રોફેસનની ડિટેલ ભરી હતી. ત્યારબાદ એક વોટ્સઅપ મેસેજ આવેલ કે એક પાર્ટ ટાઈમ જોબ છે.

જેમાં તમારે હોટલ અને ગૂગલ મેપ ઉપર 5 સ્ટાર રેટીંગ આપવાના રહેશે, ત્યારબાદ તેઓએ મને ટેસ્ટ માટે એક ટાસ્ક આપ્યો હતો. જેમાં ટાસ્ક પુરો કરતા મને 180 રુપિયા મળશે તેમ જણાવ્યુ હતું. ત્યારબાદ તેઓએ એક લીંક મોકલેલ અને રેટીંગ કરવા જણાવ્યુ હતું. જેથી અમે તેના ઉપર રેટીંગ કરેલ ત્યારબાદ તેઓએ મેસેજ કરવા કહ્યું હતું. જેથી અમારી બેંક એકાઉન્ટની ડીટેલ માંગતા આપી હતી જેથી મારા બેંક ખાતામાં રૂ.180  જમા થયા હતા. ત્યારબાદ તેઓનો મેસેજ આવેલ કે તમે બીજા તારક કરી પૈસા કમાવવા માંગો છો ? જેથી અમે હા પાડતા તેઓએ અલગ-અલગ ટાસ્ક આપ્યા હતા અને જેમાં 1000 ઈન્વેસ્ટ કરવા ઉપર 1300, 3000 ઇન્વેસ્ટ કરવા ઉપર 3900, 5000 ઇન્વેસ્ટ કરવા ઉપર 6500 મળશે તેમ જણાવેલ હતુ. જેથી અમે 1000 ઈન્વેસ્ટ કરેલ જેના મને 1300 રૂપિયા મળ્યા હતા. ત્યારબાદ તેઓએ જણાવેલ કે હવે તમારે ગ્રુપમાં ટાસ્ક કરવા પડશે. અને મારા સાથે બીજા 3 લોકો મળી ચાર લોકોનું ગ્રુપ બનાવ્યુ હતું.

જેમાં ત્રણ ટાસ્ક પુરા કરવા જણાવેલ જેમાં 3000, 15,000, 40,000 ભરવાના હતા. જે ટાસ્ક પુરા કરવા ઉપર મને અમારા પૈસા સિવાય 17,500 મળવાના હતા પરંતુ તેઓએ જણાવેલ કે તમારા 40,000 વાળા ટાસ્કમાં તમે ભુલ કરેલ છે. જેથી ત મારે બીજા 3 ટાસ્ક લેવા પડશે. આમ અમારી સાથે આ સામેવાળાઓએ  27 મેથી 18 જુલાઈ 2025 સુધી ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ કરવાના બહાને હોટલ અને ગૂગલ મેપ પરના રિવ્યૂ આપી પૈસા કમાવવાની લાલચ આપી રૂ.31.61 લાખ તેઓએ જણાવેલા બેક એકાઉન્ટ અને યુ.પી.આઈ. આઈ.ડી.માં ટ્રાન્સફર કરાવી પરત નહીં કરી મારી સાથે  છતરપિંડી આચરવામાં આવી છે.

Trending

Exit mobile version