જ્યારે અલગ અલગ જગ્યાએથી ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરોએ ખાદ્ય પદાર્થના નમુના લઇ ફતેગંજ સ્થિત સરકારી લેબોરેટરીમાં તેને પૃથ્થકરણ અર્થે મોકલી આપ્યા હોવાનું જાણવા મળ્યું
બે દિવસ પૂર્વે ઘી અને ઘીની બનાવેલી વસ્તુઓની તપાસ કરાઈ હતી.
રાજ્ય સરકારની સૂચના અન્વયે દૂધ અને દૂધની બનાવટ અંગેનું ચેકિંગ
આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સરકારની સૂચના હેઠળ વિવિધ દૂધ અને દૂધની બનાવટની વસ્તુઓ મામલે ધનિષ્ઠ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો બીજી તરફ બે દિવસ અગાઉ એટલે કે શનિવારના રોજ વિવિધ જગ્યાએ ઘી અને ઘીની બનાવટ અંગેની તપાસણી કરવામાં આવી હતી.
આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારમાંથી આવેલી સૂચના અન્વયે પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ધનિષ્ઠ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ગત શનિવારના રોજ પાલિકાના આઠ ઇન્સ્પેક્ટરની અલગ અલગ ચાર ટીમ દ્વારા ઘી અને ઘીની બનાવટ મામલે ચેકીંગ હાથ ધરવા સાથે સેમ્પલિંગ લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં વિવિધ જગ્યાએ તેની તપાસણી કરવામાં આવી હતી. તો બીજી તરફ આજે દૂધ અને દૂધની બનાવટ મામલે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ મીઠાઈ, ફરસાણની દુકાનો ઉપરાંત હોટલો ખાતે ધનિષ્ઠ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. અલગ અલગ જગ્યાએથી ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરોએ ખાદ્ય પદાર્થના નમુના લઇ ફતેગંજ સ્થિત સરકારી લેબોરેટરીમાં તેને પૃથ્થકરણ અર્થે મોકલી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.