Vadodara

બિલ્ડરની ઓફિસ માંથી ચોરી થયેલું DVR શોધવા ફાયરબ્રિગેડ કામે લાગ્યું,અંતે પોલીસે કબ્જે લીધું

Published

on

  • પાણીગેટ ન્યુ હેવન બિલ્ડિંગમાં બિલ્ડરની ઓફિસ માંજ કર્મચારીઓએ હાથફેરો કર્યો હતો.
  • રોકડ 6.5 લાખની ચોરી કરીને CCTVનું DVR પણ ઉઠાવી ગયા હતા.
  • આરોપીઓની પૂછપરછમાં DVR કમલાનગર તળાવમાં નાખ્યું હોવાની કબૂલાત કરી હતી.

આજવા રોડના ન્યુ હેવન એંકલેવ બિલ્ડીંગમાં બિલ્ડરની ઓફિસમાંથી 6 લાખની રોકડ અને ડીવીઆર ચોરવાના ગુનામાં પાણીગેટ પોલીસે ઓફિસના બે કર્મચારીઓની રોકડા રૂા.5.50 લાખ સાથે ધરપકડ કરી છે. બંને મિત્રો ઓફિસની ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને ડ્રોઅરમાંથી 6 લાખ ચોરીને સીસીટીવીમાં કેદ ન થવાય તે માટે ડિવીઆર પણ લઈ ગયા હતાં. લોનના હપ્તા ભરવા આરોપીઓએ ચોરી કરી હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓની ધરપકડ બાદ પોલીસે ચોરાયેલું DVR શોધવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં આરોપીઓની કબૂલાત પ્રમાણે કમલાનગર તળાવમાં જ્યાં DVR ફેંકવામાં આવ્યું હતું ત્યાં ફાયરબ્રિગેડની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે કલાકોની જહેમત બાદ DVR મળી આવતા પોલીસે કબ્જે લીધું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર આજવા રોડ બહાર કોલોનીમાં રહેતા હમજા મેમણ ન્યુ હેવન એસોસિએટના નામથી કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. તેમની હરીશ પેટ્રોલપંપની બાજુમાં ન્યુ હેવન એંકલેવ બિલ્ડીંગમાં ધરાવે છે. બિલ્ડર 8મીએ સવારે સાઈટ પર હતા ત્યારે પિતાએ ફોન કરી ચોરી થઈ હોવાનું કહ્યું હતું. જેથી તેઓએ ઓફિસ જઈ તપાસ કરતા 6 લાખની ચોરી થયાનું જણાયું હતું.

ઘટના બાદ પોલીસે તપાસ કરતા સલમાન સમીરભાઈ ઘોરી તેમજ બખતારખાન ઉર્ફે નવાબ પઠાણની ધરપકડ કરીને ચોરીની રકમ માંથી 5.50 લાખની રિકવરી કરવામાં આવી હતી. ચોરી પકડાય નહીં તે માટે ઓફિસના DVRની પણ ચોરી કરી હોવાથી પોલીસે DVR જ્યાં ફેંક્યું હતું ત્યાં લઈ જઈને પંચકયાસ કરીને કમલા નગર તળાવમાં આજે સવારથી DVRની શોધખોળ કરવા ફાયરબ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી હટીમ જ્યાં કલાકોની જહેમત બાદ DVR મળી આવતા પોલીસે કબ્જે લીધું હતું.

Trending

Exit mobile version