જો યોગ્ય આયોજન વિના ખર્ચ ચાલુ રહેશે, તો પ્રજાના પૈસા વ્યર્થ જશે અને સમસ્યા ઉકેલાશે નહીં,પાણી ભરાવાના કારણે ગટર અને કેમિકલયુક્ત પાણી ખેતરોમાં ભળતા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે.
- સ્થાનિક લોકો અને ખેડૂતોમાં આ મુદ્દે ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે.
- વિશ્વામિત્રી નદીના પહોળીકરણ જેવા પ્રોજેક્ટ્સ પર કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં કોઈ સુધારો દેખાતો નથી.
- પ્રજાએ માંગણી કરી છે કે કોર્પોરેશન તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરે અને કાયમી ઉકેલ લાવે.
વડોદરાના વડસર અને કોટેશ્વર ગામના રહેવાસીઓ ખેડૂત સાથે મળીને ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતા હવે લોકો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે.
વિશ્વામીત્રી નદી વિસ્તારને રિલિફ આપવા માટે કરોડો રૂપિયાના ખર્ચે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નદી પહોળીકરણ અને ડ્રેનેજ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ છતાં પણ વડસર અને કોટેશ્વર ગામોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી.સ્થાનિક લોકોના આક્ષેપ છે કે ₹60 લાખના ખર્ચે બનાવાયેલું નાળું પાણીના નિકાલમાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયું છે. હવે એ જ નાળાં પર કોર્પોરેશન ₹16 કરોડના ખર્ચે નવી બ્રિજ યોજના બનાવી રહ્યું છે, જેના કારણે આડેધડ ખર્ચ અને અસફળ આયોજનના આક્ષેપો વધુ વેગ પકડ્યા છે.
સ્થાનિકો કહ્યા પ્રમાણે“દર વર્ષે પાણી ભરાય છે, ખેતરોમાં ગટરના અને કેમિકલયુક્ત પાણી ભળે છે. પાક બગડે છે, જમીન પણ નબળી થાય છે.”આ પાણી ભરાવાની સમસ્યા માત્ર ગામોમાં જ નહિ, ખેડૂતના જીવન પર સીધી અસર કરી રહી છે. ખેતરોમાં ભરાયેલા કેમિકલ પાણીના પ્રભાવથી પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે અને જમીનની ઉપજક્ષમતા ઘટી રહી છે.લોકો અને ખેડૂતોએ હવે માંગણી કરી છે કે કોર્પોરેશન તાત્કાલિક પૂરનાં પાણીનો નિકાલ કરે અને કાયમી ઉકેલ લાવે. — જેથી આ વિસ્તારના લોકો દર વર્ષે આ જ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.