Vadodara

જેની ઘરે દૂધની થેલી લાવતા પહેલા પણ પપ્પાને પૂછવું પડે, એવાને જીલ્લા ભાજપ મહામંત્રી થવું છે!,જુઓ મહામંત્રીઓની લાંબી હરોળ

Published

on

જીલ્લા ભાજપ અધ્યક્ષ માટે અણધાર્યું નામ જાહેર થયા બાદ અણધાર્યા અને અણઆવડત વાળાને મહામંત્રી પદ મળી જશે તેવી આશાઓ!

મહામંત્રી પાસે જીલ્લાની સર્વોચ્ચ સત્તા હશે તેવું ગુમાન જીલ્લાના નેતાઓમાં ક્યાંથી આવ્યું?

જેઓ વર્ષો સુધી ભાજપ કાર્યાલયમાં પણ નથી આવ્યા તેવા લોકો પણ મહામંત્રી માટે મજબૂત દાવેદારી કરે છે.

કેટલાક અજાણ્યા નામો આજે બજારમાં આવશે, જેની જાણકારી જીલ્લાના મોટા ગજાના નેતોને પણ નથી

(મૌલિક પટેલ- એડિટર)વડોદરા જિલ્લામાં વર્ષો બાદ ભારતીય જનતા પાર્ટીના જીલ્લા અધ્યક્ષ પદે કોઈ OBC નેતાને તક મળી છે. રસિકભાઈ પ્રજાપતિના નામની જાહેરાત બાદ જાણે જીલ્લા કાર્યાલય સાવ સુનું પડી ગયું હતું. જોકે હવે સંગઠનની રચનાના દિવસો નજીક આવતા જે ક્યારેય ન ફરક્યું હોય તેવા નેતાઓ પણ કાર્યાલયના ચક્કર કાપી રહ્યા છે.

એવા લોકો પણ જીલ્લા ભાજપ મહામંત્રી થવા ભાજપના નેતાઓ અને ધારાસભ્યો પાસે લોબિંગ કરાવી રહ્યા છે, જેઓને ઘરમાં દૂધની થેલી લાવવી હોય તો એમના પિતાજીને પૂછ્યા વિના લાવી શકતા નથી. હાલના જીલ્લા ભાજપના મહામંત્રીઓને જીલ્લા પ્રમુખે કિનારે મૂકી દિધા હોવાની ચર્ચાઈ રહ્યું છે. એવું પણ સાંભળવામાં આવ્યું છે કે, જીલ્લા ભાજપ અધ્યક્ષને જુના સંગઠન પર રાઈના દાણા જેટલો પણ વિશ્વાસ નથી!

આ અવિશ્વાસનો લાભ લઈને અનેક નેતાઓ પોતાને મહામંત્રીના સ્થાને સ્થાપિત થઈ ગયા ધોળે દિવસે સપના સેવીને બેઠા છે. અને એવા કેટલાક ચહેરાઓ પણ છે જ્યાં જીલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા જરૂરિયાત કરતા વધુ મહત્વ મળતા વ્યક્તિઓ પોતાને સર્વોપરી સમજી રહ્યા છે.

પોતાના કારખાનાનો પથ્થરનો ટુકડો વેચાય તે માટે પણ પદ આપવાના સોદા થયા છે! જ્યારે કેટલાકે પદ મેળવવા ખાંડ પાથરી છે! જીલ્લા સંગઠનમાં ગોઠવાઈ જવા માટે કોણે કેટલા પથ્થર ખરીદવા પડશે તેની એક સિરીઝ અહીંયા પ્રસિદ્ધ થશે. સીરીઝ વાંચવાનું ચૂકશો નહીં…

Trending

Exit mobile version