જ્યારે સગીરા જ્યારે મોલના વોશ રુમમાં ગઇ ત્યારે સ્ટાફ દ્વારા તેની સાથે અશ્લીલ હરકતો કરવામાં આવતા સગીરા ગભરાઈ ગઇ હતી.
સગીરા જ્યારે વોશરુમમાં ગઇ ત્યારે તેની સાથે અશ્લિલ હરકત કરાઇ.
સગીરા ઇવા મોલમાં ખરીદી કરવા ગઇ, તે સમયે સ્ટાફ દ્વારા આ હરકત કરવામાં આવી.
સમગ્ર મામલે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
ચોંકાવનાર કિસ્સો વડોદરામાં માંજલપુર વિસ્તારમાં આવેલા EVA મોલના સ્ટાફે સગીરા સાથે અશ્લીલ હરકત કરતા ખળભળાટ મચી ગયો છે. સગીરા જ્યારે વોશરુમમાં ગઇ ત્યારે તેની સાથે અશ્લિલ હરકત કરાઇ.
શહેરમાં મોટા મોલમાં ચેન્જીગ રુમમાં છુપા કેમેરા ગોઠવવાના બનાવો બહાર આવતા જ રહે છે. દરમિયાન વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા જાણીતા EVA મોલમાં સગીરા સાથે અશ્લિલ હરકત થઇ હતી. આ સગીરા ઇવા મોલમાં ખરીદી કરવા ગઇ હતી અને તે સમયે સ્ટાફ દ્વારા આ હરકત કરવામાં આવી હતી
જ્યારે સગીરા જ્યારે મોલના વોશ રુમમાં ગઇ ત્યારે સ્ટાફ દ્વારા તેની સાથે અશ્લીલ હરકતો કરવામાં આવતા સગીરા ગભરાઇ ગઇ હતી. તેણે તેના પરિવારને જાણ કરી હતી અને ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.માંજલપુર વિસ્તારમાં આવેલા ઈવા મોલના સ્ટાફે સગીરા સાથે અશ્લીલ હરકત કરતા ખળભળાટ મચી ગયો છે. દિવાળીના પર્વ માટે ખરીદી કરવા ગયેલી આ સગીરા જ્યારે વોશરુમમાં ગઇ ત્યારે તેની સાથે અશ્લિલ હરકત કરાઇ હોવાનું બહાર આવતાં માંજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
જ્યારે સમગ્ર મામલે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે પોસ્કો કલમ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.આ વિશે સગીરાના પરિવારજને કહ્યું હતું કે ગઇ કાલે રાત્રે 9થી 10માં ઇવા મોલમાં આ ઘટના બની હતી. જેથી અમે 112 પર પોલીસને જાણ કરતા પોલીસ જલ્દી આવી હતી. જે જગ્યાએ આ ઘટના બની છે ત્યાં સીસી ટીવી નથી.