Vadodara

શહેરમાં રોગચાળો વકર્યો: ડેન્ગ્યુના 5 અને કોલેરાના વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા

Published

on

વડોદરા શહેરમાં છેલ્લા ઘણાં સમયથી વકરેલા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને નાથવામાં આરોગ્ય તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. જેના કારણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા સહિત વાયરલ ફીવરના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.

Advertisement

વડોદરા મહાનગર પાલિકા દ્ધારા જાહેર કરવામાં આવેલ રોગચાળાના આંકડા અનુસાર વડોદરા શહેરમાં અકોટા, મુજમહુડા, અટલાદરા, નવીધરતી, મકરપુરા વિસ્તારમાંથી ડેગન્યુ ના 5 કેસ પોઝિટિવ નોંધાયા છે.

જયારે મલેરિયાના 900 શંકાસ્પદ કેસ નોંધાયા છે ચિકનગુનિયાના પણ 16 કેસ શંકાસ્પદ નોંધાયા છે સાથે વડસર અને નાગરવાડા વિસ્તાર માંથી વધુ બે દર્દીઓ કોલેરા પોઝિટિવ નોંધાયો છે કોલેરાના કેસ સામે આવતા આરોગ્ય વિભાગની ટિમો દોડતી થઇ છે

પાલિકાના આરોગ્ય વિભાગ દ્ધારા રોગચાળાને અટકાવવા માટે 28 હજાર થી વધુ ઘરોમાં ફોગીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સાથે મચ્છરના પોરા મળી આવતા બે કન્સ્ટ્રક્શન સાઈટને નોટિસ ફટકારવામાં આવી હતી

Advertisement

Trending

Exit mobile version